‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત

Prashant Kishore: જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.

'ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો' પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત
Prashant Kishore and Rahul Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 7:39 PM

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishore) ફરી એકવાર કોંગ્રેસ (Congress) પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, કોંગ્રેસમાં લોકશાહી નથી. જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.

મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કરતા કહ્યું કે, તમે ક્યારેય પણ ટ્વિટ અને કેન્ડલ માર્ચ દ્વારા BJP ને હરાવી શકતા નથી. ભાજપ ખૂબ જ મજબૂત બની ગયું છે. મોદીના નેતૃત્વમાં ભાજપ (BJP) ને હરાવવા માટે તમારે મજબૂત વ્યૂહરચના બનાવવી પડશે. પ્રશાંત કિશોરે કહ્યું કે 1984 પછી કોંગ્રેસ એક પણ લોકસભા ચૂંટણી પોતાના દમ પર જીતી શકી નથી. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસને 90 ટકા ચૂંટણીમાં કારમી હાર મળી છે. કોંગ્રેસ નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ.

આ પહેલા પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસને લીધી હતી આંટીમાં પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું, “કોંગ્રેસ મજબૂત વિપક્ષ માટે જે વિચાર અને વિગત રજૂ કરે છે તે મહત્વપૂર્ણ છે, પરંતુ વિપક્ષનું નેતૃત્વ એ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી, જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં તેની 90% ચૂંટણીઓ હારી ગઈ છે. વિરોધ પક્ષના નેતૃત્વને લોકશાહી ઢબે નિર્ણય લેવા દો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

PM મોદી વિશે પ્રશાંત કિશોરે કહ્યું મોટી વાત તેમણે પીએમ મોદી (PM Narendra Modi)ના વખાણ કરતા કહ્યું કે તેઓ બધા લોકોની વાત સાંભળે છે. આ તેની સૌથી મોટી તાકાત છે. તેઓ જાણે છે કે લોકોને આખરે શું જોઈએ છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે આગામી કેટલાક દાયકાઓ સુધી દેશનું રાજકારણ ભાજપની આસપાસ જ ફરશે.

આ પણ વાંચો: Katrina Vicky Wedding : કેટ-વિકીના લગ્ન સોશિયલ મીડિયામાં હીટ, 1 દિવસમાં ફોટો પર આવી આટલી લાઇક્સ

આ પણ વાંચો: ડિનર ડેટ પર વ્યક્તિના દાંત નીકળી આવ્યા બહાર, મહિલાએ શેર કર્યો તેનો વિચિત્ર ડેટિંગ એક્સપિરિયન્સ

g clip-path="url(#clip0_868_265)">