મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઈના (Mumbai) માટુંગા સ્ટેશન પર એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જ્યાં મુંબઈ માટુંગા સ્ટેશન પર પુડુચેરી એક્સપ્રેસના (Puducherry Express) 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંને ટ્રેન ક્રોસિંગ ટ્રેક પર એક જ દિશામાં જઈ રહી હતી અને એકબીજા સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, પુડુચેરી એક્સપ્રેસ અને ગડક એક્સપ્રેસ એકબીજા સાથે અથડાઈ હતી.
મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, આ ઘટના સેન્ટ્રલ લાઇન પર માટુંગા રેલવે સ્ટેશન પાસે બની હતી. એક જ ટ્રેક પર બે એક્સપ્રેસ ટ્રેનો સામસામે આવી ગઈ હતી અને ગડક એક્સપ્રેસે પોંડિચેરી એક્સપ્રેસને ટક્કર મારી. રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. અકસ્માતના કારણે મધ્ય રેલવેનો ટ્રાફિક પ્રભાવિત થયો છે. માહિતી મળતાની સાથે જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નાસિકમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી
તાજેતરમાં મહારાષ્ટ્રના નાસિક પાસે ટ્રેન અકસ્માત થયો હતો. જ્યાં એલટીટી-જયનગર એક્સપ્રેસ ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. એલટીટી-જયનગર એક્સપ્રેસ મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી બિહારના જયનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તેના કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
આ પહેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 2 એપ્રિલે મોટી ટ્રેન દુર્ઘટના સ્હેજમાં ટળી હતી. અહીં કસારામાં આસનગાંવ-અટાગાંવ રેલ્વે ક્રોસિંગ પર એક નાનો ટ્રક આ ટ્રેન અકસ્માતનું કારણ બનવાથી રહી ગયો હતો. જેમાં આસનગાંવ-અટાગાંવ રેલવે ક્રોસિંગના બંને ફાટક બંધ હતા. અને સામે એક બાઇક સવાર ક્રોસિંગ ખુલવાની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં જ એક નાનો ટ્રક તેજ ગતિએ રેલવે ક્રોસિંગ તરફ આવે છે અને બેરિયર સાથે અથડાય છે. ત્યારે જ તેજ ગતિએ એક ટ્રેન પણ ક્રોસિંગથી નિકળે છે.
થોડા દીવસો પહેલા હિમાચલ પ્રદેશના કાલકા-શિમલા હેરિટેજ ટ્રેક પર મોટી દુર્ઘટના ટળી હતી. એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. સદનસીબે કોઈ અકસ્માત થયો ન હતો. સોલનના કંડાઘાટથી એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. સમાચાર અનુસાર, એક ટ્રેન કાલકાથી શિમલા જઈ રહી હતી. આ ટ્રેનમાં સામાન્ય મુસાફરોને બદલે રેલવે કર્મચારીઓ સવાર હતા. દરરોજ, શિમલા સુધીના તમામ સ્ટેશનો પર ટ્રેન દ્વારા પાણીનો પુરવઠો જાય છે. તે દરમિયાન કાંડાઘાટ પર એક ગાય અચાનક રેલ્વે ટ્રેક પર આવી ગઈ હતી.