AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal Crisis: પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધીને ‘બનાવટી જ્યોતિષ’ કહ્યા, કોંગ્રેસ સરકારના કોલસા કૌભાંડ પર પણ નિશાન સાધ્યું

પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં કોલસાની અછતને (Coal Crisis) કારણે શું થઈ રહ્યું છે તે કહેવાને બદલે રાહુલ ગાંધીએ દેશને જણાવવું જોઈએ કે તેમની સરકાર દરમિયાન કેટલું મોટું કોલસા કૌભાંડ થયું હતું.

Coal Crisis: પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધીને 'બનાવટી જ્યોતિષ' કહ્યા, કોંગ્રેસ સરકારના કોલસા કૌભાંડ પર પણ નિશાન સાધ્યું
Rahul Gandhi - Prahlad JoshiImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 5:46 PM
Share

દેશમાં કોલસાની અછતને (Coal Crisis) લઈને વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ કોલસાની (Coal) અછતને લઈને શુક્રવારે કેન્દ્ર સરકારને ઘેરી હતી. હવે કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને નકલી જ્યોતિષ કહ્યા છે. પ્રહલાદ જોશીનું (Pralhad Joshi) આ નિવેદન રાહુલ ગાંધી દ્વારા ફેસબુકમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ લખવામાં આવેલી પોસ્ટ બાદ આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે આજે અમે 818 મિલિયન ટન કોલસાની સપ્લાય કરી રહ્યા છીએ. જેમ જેમ માગ વધી રહી છે તેમ કોલસા, ઉર્જા અને રેલ્વે મંત્રાલયો કોલસાના પરિવહનને ઝડપી બનાવવા માટે કામ કરી રહ્યા છે. જો રાહુલ ગાંધી હકીકતો જાણ્યા વિના વાત કરે તો મારી પાસે તેમને નકલી-જ્યોતિષી કહેવા સિવાય કંઈ નથી.

રાહુલ ગાંધી નકલી જ્યોતિષી બન્યા છેઃ જોશી

પ્રહલાદ જોશીએ ફેસબુકમાં કરેલી પોસ્ટમાં કહ્યું છે કે આ દિવસોમાં રાહુલ ગાંધી નકલી જ્યોતિષી બની ગયા છે. દેશમાં કોલસાની અછતને કારણે શું થઈ રહ્યું છે તે કહેવાને બદલે તેમણે દેશને જણાવવું જોઈએ કે તેમની સરકાર દરમિયાન કેટલું મોટું કોલસા કૌભાંડ થયું.

રાહુલે સરકાર પર નિશાન સાધ્યું હતું

રાહુલ ગાંધી વતી કેન્દ્ર સરકાર વિરુદ્ધ ફેસબુકમાં લખવામાં આવ્યું હતું કે, 20 એપ્રિલ, 2022ના રોજ મેં મોદી સરકારને કહ્યું હતું કે નફરતનું બુલડોઝર ચલાવવાનું બંધ કરો અને દેશના પાવર પ્લાન્ટ્સ શરૂ કરો. આજે આખો દેશ કોલસા અને વીજળીની કટોકટીથી ત્રાહિમામ મચી રહ્યો છે. હું ફરીથી કહી રહ્યો છું કે આ કટોકટી નાના ઉદ્યોગોને નષ્ટ કરશે, જેનાથી બેરોજગારી વધુ વધશે. નાના બાળકો આ કાળઝાળ ગરમી સહન કરી શકતા નથી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ જોખમમાં છે. રેલ, મેટ્રો સેવાઓ બંધ થવાથી આર્થિક નુકસાન થશે.

કોંગ્રેસ વિશે ભવિષ્યવાણી કરવી જોઈએઃ જોશી

બીજી તરફ જોશીએ કોલસાના ઉત્પાદન અંગે પણ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે 2013-14 નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં કોલસાનું ઉત્પાદન માત્ર 566 મેટ્રિક ટન હતું. જે મોદી સરકારના શાસનમાં 2021-22માં વધીને 818 મેટ્રિક ટન થઈ ગયું છે. પરંતુ રાહુલ ગાંધી આ આંકડાઓને સમજી શકતા નથી. જો તે ભવિષ્યવાણી કરવાનો શોખીન હોય, તો તેમણે પોતાના પક્ષના ભવિષ્ય વિશે ભવિષ્યવાણી કરવી જોઈએ. CCLના CMD PM પ્રસાદે કહ્યું છે કે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ પાસે હાલમાં 60 લાખ ટન કોલસાનો સ્ટોક છે.

આ પણ વાંચો: New Army Chief: જનરલ મનોજ પાંડેએ દેશના નવા આર્મી ચીફ તરીકેનો સંભાળ્યો કાર્યભાર, એમ એમ નરવણેનું સ્થાન લીધું

આ પણ વાંચો: PM મોદી મે મહિનામાં 3 દેશની મુલાકાત લેશે, 65 કલાક દરમિયાન 25 કાર્યક્રમોમાં સામેલ થશે, 50 ઉદ્યોગપતિઓને મળશે

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">