Yogi Cabinet 2.0: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બોલાવી મંત્રી પરિષદની પ્રથમ બેઠક, તમામ નવા મંત્રીઓએ આપી હાજરી
યુપીના મંત્રી જિતિન પ્રસાદે કહ્યું કે સ્પષ્ટ થઈ ગયું છે કે લોકોનો ઘણો પ્રેમ અને સમર્થન મળ્યું છે, મંત્રી જિતિન પ્રસાદે કહ્યું કે તમામ ચૂંટણી વચનો પૂરા કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે લખનૌમાં રાજ્ય મંત્રી પરિષદની પ્રથમ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ નવા મંત્રીઓએ ભાગ લીધો હતો. યોગી આદિત્યનાથે બીજી વખત યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેઓ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. લખનૌ લોક ભવનમાં યોજાયેલી યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં તમામ નવા મંત્રીઓએ હાજરી આપી હતી. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, સ્વતંત્ર દેવ સિંહ, જિતિન પ્રસાદ સહિત તમામ નવા મંત્રીઓએ બેઠકમાં હાજરી આપી હતી.
લખનૌમાં આયોજિત આ બેઠકની અધ્યક્ષતા ખુદ સીએમ યોગી આદિત્યનાથે કરી હતી. જણાવી દઈએ કે આજે સીએમ યોગીની સાથે 52 મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ સીએમ યોગીએ લોક ભવનમાં કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી હતી. બેઠક પહેલા મંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી છે. આ બેઠકમાં કામને લઈને રોડમેપ તૈયાર કરવામાં આવશે.
Uttar Pradesh CM Yogi Adityanath holds the first meeting of the council of ministers in the state, in Lucknow. pic.twitter.com/pHddEqvk51
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2022
યુપીના મંત્રી જિતિન પ્રસાદાએ કહ્યું કે સ્પષ્ટ થઈ ગયું છે કે લોકોનો ઘણો પ્રેમ અને સમર્થન મળ્યું છે. મંત્રી જિતિન પ્રસાદાએ કહ્યું કે તમામ ચૂંટણી વચનો પૂરા કરવામાં આવશે. પીએમ મોદીનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ યુપીને નંબર-1 રાજ્ય બનાવવાની તેમની પ્રતિબદ્ધતા પર કામ કરશે. યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં સરકારના કામકાજને લઈને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
PM મોદીનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડીશું
मुख्यमंत्री योगी जी ने अब पहली बैठक बुलाई है, रोडमैप तैयार किया जाएगा। यह स्पष्ट है कि हमें लोगों को प्यार और समर्थन मिला, चुनावी वादे पूरे होंगे। PM के संदेश को घर-घर पहुंचाया जाएगा। हम UP को नंबर 1 राज्य बनाने की अपनी प्रतिबद्धता पर काम करेंगे: यूपी मंत्री जितिन प्रसाद pic.twitter.com/QnuHhxoOjP
— ANI_HindiNews (@AHindinews) March 25, 2022
યોગી આદિત્યનાથ બીજી વખત યુપીના સીએમ બન્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગી આદિત્યનાથને સતત બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના નેતૃત્વમાં યુપી લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરીને પ્રગતિનો વધુ એક નવો અધ્યાય લખશે. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથની સાથે તેમની કેબિનેટના 52 મંત્રીઓએ પણ શપથ લીધા છે.
આ વખતે પણ ભાજપે યોગી કેબિનેટમાં મુસ્લિમ ચહેરાને સ્થાન આપ્યું છે. ગત વખતે મોહસીન રઝાને મુસ્લિમ ચહેરા તરીકે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે તેમના સ્થાને દાનિશ આઝાદ અન્સારીને મંત્રી બનાવવામાં આવ્યા છે. દાનિશ આઝાદ ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ મહાસચિવ છે.
આ પણ વાંચો : Ishan Manthan: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ દિલ્હીમાં નોર્થ-ઈસ્ટ કલ્ચરલ ફેસ્ટિવલ ‘ઈશાન મંથન’નું કર્યું ઉદ્ઘાટન