Ishan Manthan: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ દિલ્હીમાં નોર્થ-ઈસ્ટ કલ્ચરલ ફેસ્ટિવલ ‘ઈશાન મંથન’નું કર્યું ઉદ્ઘાટન
North East Cultural Festival Ishan Manthan: કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ શુક્રવારે દિલ્હીમાં 3 દિવસીય ઉત્સવ 'ઈશાન મંથન'નું ઉદ્ઘાટન કર્યું. જેમાં ઉત્તર પૂર્વ ભારતની સંસ્કૃતિની ઝલક જોવા મળશે.
કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ (G Kishan Reddy) શુક્રવારે દિલ્હીમાં 3 દિવસીય ઉત્સવ ‘ઈશાન મંથન’નું ઉદ્ઘાટન કર્યું. જેમાં ઉત્તર પૂર્વ ભારતની (North East India) સંસ્કૃતિની ઝલક જોવા મળશે. ઈશાન મંથનનું આયોજન 25 થી 27 માર્ચ દરમિયાન ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA), દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિ, કલા, સંગીત, લોકનૃત્ય, હસ્તકલા અને પરંપરાગત ખોરાકથી પરિચિત થવાની તક મળશે. ઈશાન મંથનનું આયોજન ત્રણેય દિવસ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.
આ સમય દરમિયાન લોકો અહીં આવીને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લઈ શકે છે. પૂર્વોત્તર ભારતના વસ્ત્રોથી લઈને કારીગરી સંબંધિત વસ્તુઓ અહીંથી ખરીદી શકાય છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં પ્રજ્ઞા પ્રવાહ અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે.
ઈશાન મંથનમાં ઈશાન ભારતના આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના રાજ્યોને જાણવા અને સમજવાની તક મળશે. પૂર્વોત્તર ભારતના વિકાસ વિશે બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ પ્રદેશમાં ઘણા વિકાસ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું
Inaugurated “Ishan Manthan”, a 3 day festival to celebrate the rich ethnicity & colours of North Eastern India today at @ignca_delhi. pic.twitter.com/0IGspcbdVK
— G Kishan Reddy (@kishanreddybjp) March 25, 2022
વિકાસ માટે રાજકીય નેટવર્ક બનાવ્યું
પૂર્વોત્તર ભારતમાં રેલ નેટવર્ક માટે 1 લાખ કરોડ અને રોડ નેટવર્ક માટે રૂ. 55 લાખ કરોડ ખર્ચવા ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાદેશિક પક્ષો સાથે ‘રાજકીય નેટવર્ક’ પણ બનાવ્યું છે, જે સુગમ શાસન અને રાજ્યોના વિકાસને સુનિશ્ચિત કરે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, તે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા જેમણે પૂર્વોત્તર માટે એક અલગ મંત્રાલય બનાવ્યું હતું. પૂર્વોત્તરના લોકો જંગલોના સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા માટે ઘણું યોગદાન આપી રહ્યા છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ વિશે તમે કદાચ આ વાત નહીં જાણતા હોવ