ચિન્ના જીયાર સ્વામીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ના ઉદ્ઘાટન માટે આપ્યું આમંત્રણ, 1000 કરોડના ખર્ચે બની પ્રતિમા

સહસ્ત્રહુન્દાત્મક લક્ષ્મી નારાયણ યજ્ઞ  લોકોના કલ્યાણ માટે કરવામાં આવશે. આ મેગા ઇવેન્ટ માટે બનાવવામાં આવેલા 1,035 હોમ કુંડમાં લગભગ બે લાખ કિલો ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવશે.

ચિન્ના જીયાર સ્વામીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ના ઉદ્ઘાટન માટે આપ્યું આમંત્રણ, 1000 કરોડના ખર્ચે બની પ્રતિમા
રાષ્ટ્રપતિ કોવિંદ સાથે ચિન્ના જયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો. જુપલ્લી રામેશ્વર રાવ (જમણી બાજુ)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  (President Ramnath Kovind)ને શ્રી રામાનુજાચાર્ય સ્વામીના 1000માં જન્મ વર્ષ નિમિત્તે ‘શ્રી રામાનુજ સહસ્ત્રાબ્દી’ (Sri Ramanuja Sahasrabdi) સમારોહના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું. શ્રી રામાનુજાચાર્ય 11મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને દાર્શનિક હતા. તેઓ ભક્તિ ચળવળના સૌથી મહાન સમર્થક અને તમામ માનવોની સમાનતાના પ્રારંભિક પ્રસ્તાવક હતા.

 

આ મહાન દ્રષ્ટાને યાદ કરવા અને તેમનું સન્માન કરવા માટે હૈદરાબાદ નજીક શમશાબાદમાં બનેલા વિશાળ નવા આશ્રમમાં તેમની પ્રતિમાના અભિષેક સાથે 1000માં વર્ષની ઉજવણી શરૂ થશે. શ્રી રામાનુજાચાર્ય સ્વામીની મૂર્તિ 216 ફૂટની ઉંચાઈએ બનાવવામાં આવી છે. જે વિશ્વની બીજી સૌથી ઉંચી મૂર્તિ છે.

 

રામાનુજાચાર્ય સ્વામી માનતા હતા કે બધા સમાજના લોકોને તેમના ભગવાનની પુજા કરવાનો તેમજ ભક્તિ કરવાનો અધિકાર છે. તેથી સમાજમા જાતી વિષયક કેટલાક દુષણોને તેમણે દુર કર્યા હતા. તેમજ પછાત વર્ગોના અધિકારોનું રક્ષણ કર્યું હતુ. રામાનુજાચાર્ય સ્વામીના સેવાકીય કાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમના ભક્તોએ તેમની પ્રતિમાને “સમાનતાની પ્રતિમા (Statue of Equality)” તરીકે નામ આપ્યું છે.

 

રામાનુજ સંપ્રદાયના વર્તમાન આધ્યાત્મિક પ્રમુખ ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી (Chinna Jeeyar Swami)એ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી, 2022 સુધી આયોજિત ઉજવણીઓ વિશેની જાણકારી આપવા માટે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી.

 

શ્રીનિવાસ રામાનુજમ અને માય હોમના પ્રેસિડેન્ટ ડો. રામેશ્વર રાવ પણ તેમની સાથે જોવા મળ્યા હતા.  ચિન્નાજીયર સ્વામીએ 13 દિવસની ઉજવણી માટે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ આમંત્રણ આપ્યું. સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી હૈદરાબાદની બહારના વિસ્તારમાં સંશાબાદના મુચિન્તલ ખાતે 200 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે.

Chinna Jeeyar Swami with President Ramnath Kovind at Rashtrapati bhavan

Chinna Jeeyar Swami with President Ramnath Kovind at Rashtrapati bhavan

 

કેવી હશે આ ઈવેન્ટ

સહસ્ત્રહુન્દાત્મક લક્ષ્મી નારાયણ યજ્ઞ લોકોના કલ્યાણ માટે કરવામાં આવશે. આ મેગા ઈવેન્ટ માટે બનાવવામાં આવેલા 1,035 હોમ કુંડમાં લગભગ બે લાખ કિલો ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવશે. ચિન્ના જીયારનું સ્વપ્ન છે  “દિવ્ય સાકેતમ” જે મુચિંતલની વિશાળ આધ્યાત્મિક સુવિધા ટૂંક સમયમાં વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સ્થળ તરીકે ઉભરી આવશે.

 

1000 કરોડના ખર્ચે આ મેગા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રતિમાના નિર્માણમાં 1,800 ટન પંચ લોખંડનો ઉપયોગ કરાયો છે. પાર્કની આસપાસ 108  મંદિરો બાંધવામાં આવ્યા છે. પથ્થરના સ્તંભો ખાસ રાજસ્થાનમાં બનાવવામાં આવ્યા હતા.

 

કોણ હતા રામાનુજાચાર્ય? 

રામાનુજાચાર્યનો જન્મ તામિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં 1017માં થયો હતો. તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવચાર્યુલુમાં હતુ. ભક્તો માને છે કે તેઓ ભગવાન આદિશેષનો અવતાર લીધો હતો. તેમણે કાંચી અદ્વૈત પંડિતો પાસેથી વેદાંતમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે વિશિષ્ઠદ્વૈત વિચારધારા સમજાવી અને મંદિરોને ધર્મનું કેન્દ્ર બનાવ્યું. રામાનુજને યમુનાચાર્યએ વૈષ્ણવ દીક્ષા આપી હતી. તેમના પરદાદા અલવંદારુ શ્રીરંગમ વૈષ્ણવ મઠના પૂજારી હતા.’

 

નામ્બી’ નારાયણે રામાનુજને મંત્ર દીક્ષાનો ઉપદેશ આપ્યો. તિરુકોષ્ટિયારુએ ‘દ્વાયા મંત્ર’નું મહત્વ સમજાવ્યું અને રામાનુજમને મંત્રની ગુપ્તતા જાળવવા કહ્યું. પરંતુ રામાનુજને લાગ્યું કે ‘મોક્ષ’ થોડા લોકો સુધી મર્યાદિત ન હોવો જોઈએ, તેથી તે પુરુષો અને સ્ત્રીઓને સમાન રીતે પવિત્ર મંત્રની વહેંચણી કરવા માટે શ્રીરંગમ મંદિર ગોપુરમ પર પહોંચી ગયા.

 

રામાનુજાચાર્ય સ્વામી પ્રથમ આચાર્ય હતા જેણે સાબિત કર્યું કે સર્વશક્તિમાન સમક્ષ બધા સમાન છે. તેમણે દલિતો સાથે સમદ્રષ્ટી રાખી. તેમણે સમાજમાં અસ્પૃશ્યતા અને અન્ય દુર્ગુણોને દૂર કર્યા. તેમણે દરેકને ઈશ્વરની ઉપાસનાનો સમાન અધિકાર આપ્યો. તેમણે અસ્પૃશ્યો તરીકે ઓળખાતા બ્રાન્ડેડ લોકોને “તિરુકુલથાર” તરીકે ઓળખાવ્યા.

 

જેનો અર્થ છે “જન્મજાત દેવ” તેમને મંદિરની અંદર લઈ ગયા. તેમણે ભક્તિ આંદોલનની પહેલ કરી, તેમણે 120 વર્ષ સુધી અથાક પરિશ્રમ કરીને સાબિત કર્યું કે ભગવાન શ્રીમન્નારાયણ તમામ આત્માઓના કર્મ બંધનમાંથી મુક્ત કરનારા પરમ ઉદ્ધારક છે.

 

આ પણ વાંચો : SBIએ દિવાળી પહેલા કરોડો ગ્રાહકોને આપી ભેટ, હવે ઓછા થશે તમારી લોનના હપ્તા

Click on your DTH Provider to Add TV9 Gujarati