નાગાલેન્ડમાંથી AFSPA હટાવવા માટે બનશે કમિટી, 45 દિવસની અંદર સોંપશે રિપોર્ટ, અમિત શાહે રાજ્ય સરકારની સાથે કરી બેઠક

નાગાલેન્ડમાંથી AFSPA હટાવવા માટે બનશે કમિટી, 45 દિવસની અંદર સોંપશે રિપોર્ટ, અમિત શાહે રાજ્ય સરકારની સાથે કરી બેઠક

ગૃહપ્રધાન અમિત શાહે આ ઘટનાને લઈ લોકસભામાં કહ્યું હતું કે સેનાને મોન જિલ્લામાં આતંકવાદીઓની ગતિવિધિઓની માહિતી મળી હતી, ત્યારબાદ 21 પેરા કમાન્ડોની ટીમે કાર્યવાહી કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 26, 2021 | 5:41 PM

નાગાલેન્ડ (Nagaland)માંથી આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (AFSPA)હટાવવાને લઈ કેન્દ્ર સરકાર એક કમિટી બનાવવા જઈ રહી છે. નાગાલેન્ડ સરકારે જણાવ્યું કે આ કમિટી 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે અને તેમની ભલામણોના આધાર પર ‘અશાંત’ વિસ્તારોનું લિસ્ટ બહાર કરવા અને નાગાલેન્ડમાંથી અફસ્પા હટાવવાને લઈ નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરારે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 23 ડિસેમ્બરે નાગાલેન્ડની હાલની સ્થિતિને લઈ એક બેઠક કરી હતી.

આ બેઠક આ મહિનાની શરૂઆતમાં રાજ્યના મોન જિલ્લાના ઓટિંગમાં સુરક્ષાદળોના ફાયરિંગમાં 14 સામાન્ય નાગરિકોના મોત બાદ થઈ છે. નાગાલેન્ડ સરકારે એક નિવેદનમાં કહ્યું કે બેઠકમાં તેની પર પણ ચર્ચા કરવામાં આવી કે ઓટિંગની ઘટનામાં સીધી રીતે સામેલ આર્મી યૂનિટ અને સેનાના જવાનોની વિરૂદ્ધ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શિસ્તની કાર્યવાહી શરૂ કરશે અને ઝડપી પગલા લેવામાં આવશે. તપાસનો સામનો કરનારા વ્યક્તિને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.

કમિટીની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિક સચિવ દ્વારા કરવામાં આવશે. આ સિવાય સભ્ય તરીકે નાગાલેન્ડના મુખ્ય સચિવ અને ડીજીપી, IGAR (N) અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના પ્રતિનિધિ પણ સામેલ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપશે.

નાગાલેન્ડ વિધાનસભામાં AFSPAની વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ

આ બેઠકમાં નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફ્યુ રિયો, નાયબ મુખ્યપ્રધાન વાઈ પેટન, અસમના મુખ્યપ્રધાન હિમંત બિસ્વ સરમા અને NPFLPના નેતા ટીઆર જેલિયાંગ સામેલ હતા. રાજ્ય સરકારે તમામ સમુદાયના લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. 4-5 ડિસેમ્બરે સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગની 3 ઘટનાઓમાં માર્યા ગયેલા 14 લોકોમાંથી 13 લોકો કોન્યાક જનજાતિના હતા, જે નાગાલેન્ડની મુખ્ય જાતિઓમાંની એક છે. આ ઘટના બાદ નાગાલેન્ડના મુખ્યપ્રધાન સહિત ઘણા સંગઠનો રાજ્ય પાસે અફસ્પા હટાવવાની માંગ કરવા લાગ્યા હતા.

ગૃહપ્રધાન અમિત શાહે આ ઘટનાને લઈ લોકસભામાં કહ્યું હતું કે સેનાને મોન જિલ્લામાં આતંકવાદીઓની ગતિવિધિઓની માહિતી મળી હતી, ત્યારબાદ 21 પેરા કમાન્ડોની ટીમે કાર્યવાહી કરી હતી. તેમને ગોળીબારીમાં સામાન્ય નાગરિકોની મોત પર શોક વ્યક્ત કરતા કહ્યું કે સુરક્ષા દળોએ આત્મરક્ષા માટે ગોળી ચલાવી હતી.

અફસ્પા સેનાને અશાંત વિસ્તારમાં કોઈ પણ વોરંટ વગર ધરપકડ અને નજરબંધી, પરવાનગી વગર અટકાયત કરવાની સત્તા આપે છે. 20 ડિસેમ્બરે નાગાલેન્ડ વિધાનસભાએ ભારત સરકાર પાસે આ વિસ્તારમાં અફસ્પા હટાવવાની માંગ કરતા સર્વસમંતિથી એક પ્રસ્તાવ પાસ કર્યો હતો. પ્રસ્તાવને રજૂ કરતા મુખ્યપ્રધાન રિયોએ કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી રાજ્યય સરકાર આ વિસ્તારમાંથી વિવાદિત કાયદાને હટાવવા અને નાગાલેન્ડને અશાંત વિસ્તારના લિસ્ટમાંથી હટાવવાની માંગ કરી રહ્યું છે.

આ પણ વાંચો: વંશીય સમાનતા માટે લડનાર ડેસમન્ડ ટુટુનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, કહ્યું, ‘લોકો માટે માર્ગદર્શક પ્રકાશ હતા’

આ પણ વાંચો: Year Ender 2021: મફત રસીથી લઈને કૃષિ કાયદો રદ કરવા સુધી કેન્દ્ર સરકારે વર્ષ 2021માં આ મહત્વના નિર્ણયો લીધા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati