AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કટોકટીના કાળા દિવસ 25 જૂન હવેથી સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવા કેન્દ્ર સરકારે કરી જાહેરાત

samvidhaan hatya diwas : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. 25મી જૂન 1975માં દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. લોકસભા ચૂંટણી બાદથી જ વિપક્ષ બંધારણને લઈને મોદીની આગેવાનીની એનડીએ સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

કટોકટીના કાળા દિવસ 25 જૂન હવેથી સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવા કેન્દ્ર સરકારે કરી જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 5:02 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂનેસંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. 25મી જૂન 1975માં ભારતમાં અડધી રાત્રે ઈમરજન્સી લાદવામાં આવી હતી. કેન્દ્ર સરકારે, દેશમાં દર વર્ષે 25મી જૂને સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. કેન્દ્રીય મંત્રીએ પોતે નોટિફિકેશનની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તાનાશાહી વલણ અપનાવ્યું હતું અને દેશ પર ઈમરજન્સી લાદીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ દોષ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને સેન્સરશીપ લાદીને મીડિયાનો અવાજ પણ દબાવી દેવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસે 1975ની ઈમરજન્સીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના યોગદાનને યાદ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">