West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત

આ દર્દનાક અકસ્માતમાં વાહનના ડ્રાઇવર સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 પુરૂષો અને બાકીની 6 મહિલાઓ છે, મૃતકોમાં એક છ વર્ષની બાળકી પણ સામેલ છે.

West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત
Road Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 12:57 PM

પશ્ચિમ બંગાળના (West Bengal) નદિયા (Nadiya) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. સમાચાર મુજબ આ ઘટના શનિવારે રાત્રે બની હતી. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઉત્તર 24 પરગનાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહ લઈને નવદ્વીપ સ્મશાનગૃહ તરફ જઈ રહ્યા હતા. મેટાડોર ફુલબારી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.

માહિતી અનુસાર, આ દર્દનાક અકસ્માતમાં વાહનના ડ્રાઇવર સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 પુરૂષો અને બાકીની 6 મહિલાઓ છે, મૃતકોમાં એક છ વર્ષની બાળકી પણ સામેલ છે. જાણવા મળ્યું છે કે ઉત્તર 24 પરગનાના બગદા પોલીસ સ્ટેશન વિસ્તારના પરમદાન વિસ્તારની રહેવાસી વૃદ્ધ મહિલા શ્રાબાની મુહુરીનું મૃત્યુ થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અને પડોશીઓ સહિત 40 લોકો ટ્રકમાં નવદ્વીપ જઈ રહ્યા હતા. રાત્રે 2 વાગ્યાની આસપાસ મેટાડોર નાદિયામાં ફુલબારી રમતના મેદાન પાસે સ્ટેટ રોડ પર પાર્ક કરેલ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું, મદદની ખાતરી આપી

અકસ્માત અંગે શોક વ્યક્ત કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે, નદિયામાં થયેલા માર્ગ અકસ્માત વિશે સાંભળીને હૃદય તૂટી ગયું છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની શક્તિ આપે. પશ્ચિમ બંગાળ સરકાર પીડિતોના પરિવારોને તમામ જરૂરી મદદ અને સહાય પૂરી પાડશે. આ દુઃખદ સમયમાં અમે તમારી સાથે છીએ.

આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા જણાવી દઈએ કે નદિયા જિલ્લાના હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે સ્મશાન ભૂમિના માર્ગ પર થયેલા આ દર્દનાક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે, જેમાં 1 સગીર સહિત 10 પુરૂષ અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. બાકીના 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન પોલીસે તમામને કૃષ્ણનગર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, 1 દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે

આ પણ વાંચો : UPTETનુ પેપર વોટ્સએપ પર થયુ લીક, પરીક્ષા કરાઈ રદ્દ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">