મેડિકલ શિક્ષણમાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઓબીસીને 27 ટકા અને EWS વિધાર્થીઓને 10 ટકા અનામત

દેશમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશમાં ઓબીસી વિદ્યાર્થીઓને 27 ટકા  અને નબળા આવક જૂથના વિદ્યાર્થીઓને 10  ટકા  અનામત આપવામાં આવશે

મેડિકલ શિક્ષણમાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઓબીસીને 27 ટકા અને EWS વિધાર્થીઓને 10 ટકા અનામત
Central government big decision for admission in medical education 27 per cent reserved for OBC and 10 per cent for EWS students

દેશમાં તબીબી શિક્ષણ(Medical Education)  ક્ષેત્રે સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અખિલ ભારતીય મેડિકલ અને ડેન્ટલ શિક્ષણ અંડરગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોટા હેઠળ ઓબીસી વિદ્યાર્થીઓને 27 ટકા  અને નબળા આવક જૂથ (EWS)ના વિદ્યાર્થીઓને 10  ટકા  અનામત આપવામાં આવશે.કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ માટે ઓબીસી અને આર્થિક નબળા વિભાગ (EWS)માંથી આવતા 5,550 વિદ્યાર્થીઓને લાભ થશે.

સરકારના આ નિર્ણયથી અંદાજે 5500 જેટલા વિધાર્થીઓને તેનો લાભ થશે

પીએમ મોદીએ 26 જુલાઇના રોજ કેન્દ્રીય મંત્રાલયોને લાંબા સમયથી પડતર મુદ્દાના ઝડપી ઉકેલ માટે નિર્દેશ આપ્યો હતો. જો કે સરકારના નિર્ણયથી એમબીબીએસના 1500 ઓબીસી વિધાર્થીઓ અને અનુસ્નાતકના 2500 ઓબીસી વિધાર્થીઓ તેમજ ઇડબ્લ્યુએસના એમબીબીએસના 550 અને અનુસ્નાતકના 1000 જેટલા વિધાર્થીઓને લાભ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકારના આ નિર્ણયથી અંદાજે 5500 જેટલા વિધાર્થીઓને તેનો લાભ થશે.

અન્ય પછાત વર્ગના સાંસદોનું એક પ્રતિનિધિમંડળે બુધવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી

એનડીએના અન્ય પછાત વર્ગના સાંસદોનું એક પ્રતિનિધિમંડળે બુધવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી, તેમણે અખિલ ભારતીય ચિકિત્સા શિક્ષણ પ્રવેશમાં ઓબીસી અને આર્થિક રીતે પછાત (EWS) વર્ગના ઉમેદવારો માટે અનામત લાગુ કરવાની માંગ કરી હતી.

પીએમ મોદીએ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો

પીએમ મોદીએ પણ ટ્વિટ કરી લખ્યું કે, ‘અમારી સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક મેડિકલ / ડેન્ટલ કોર્સમાં ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) હેઠળ ઓબીસીને 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ હજારો યુવાનોને દર વર્ષે વધુ સારી તકો મેળવવા અને દેશમાં સામાજિક ન્યાયના નવા સ્વરૂપના નિર્માણ કરવામાં મદદ કરશે.

કેન્દ્ર  સરકારે વર્ષ 1986માં શરૂ કરી હતી યોજના 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ 1986 માં અખિલ ભારતીય ક્વોટા (એઆઈક્યુ) યોજના શરૂ કરી હતી. જેથી કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થી બીજા રાજ્યમાં આવેલી સારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાની મેરીટ આધારિત તક મેળવી શકે.

આ પણ વાંચો :  કોરોના મહામારી વચ્ચે કૃષિ ઉત્પાદનોની નિકાસમાં જોરદાર ઉછાળો, નિકાસમાં ઘઉંએ બનાવ્યો રેકોર્ડ

આ પણ વાંચો :  National Education Policy: નવી શિક્ષણ નીતિને 1 વર્ષ પુરૂ થયુ, PM Modi દેશને સંબોધન કરશે, નવી યોજનાઓ લોન્ચ કરાશે

Click on your DTH Provider to Add TV9 Gujarati