કુબેરનો ખજાનો ! 50 કરોડની કાર, નોટોના બંડલ.. તમાકુનું ઉત્પાદન કરતી કંપનીને ત્યાં ITની રેડમાં જાણો શું-શું મળ્યું?
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ITના દરોડા ચાલુ છે. આવકવેરા અધિકારીઓ નયાગંજ સ્થિત બંશીધર એક્સપોર્ટ અને બંશીધર ટોબેકો પર સતત સર્ચ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં દરોડામાં 50 કરોડની કિંમતની કાર અને બિનહિસાબી રોકડ મળી આવી છે. જે વાહનો રિકવર કરવામાં આવ્યા છે તેમાં રોલ્સ રોયસ ફેન્ટમ, મેકલેરેન, લેમ્બોર્ગિની અને ફેરારીનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં 15 કલાક બાદ પણ દરોડા ચાલુ છે. અહીં કાનપુરની બંશીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર ITએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગની 15 થી 20 ટીમ કાનપુર સહિત પાંચ રાજ્યોમાં દરોડા પાડી રહી છે. આ દરોડાને કંપનીના બિઝનેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
નયાગંજ સ્થિત બંશીધર એક્સપોર્ટ અને બંશીધર ટોબેકો પર આવકવેરા અધિકારીઓ સતત આ કાર્યવાહી કરી રહ્યા છે. બંશીધર ટોબેકો પ્રાઈવેટ લિમિટેડના માલિક કે.કે. મિશ્રાના દિલ્હીના ઘરેથી 50 કરોડ રૂપિયાથી વધુની કાર મળી આવી છે. આ કારોમાં 16 કરોડની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમ પણ સામેલ છે.આઇટી વિભાગ તેની સઘન શોધ કરી રહ્યું છે.
5 રાજ્યોમાં 15 થી 20 ટીમો દ્વારા આ કાર્યવાહી
આવકવેરા વિભાગે કાનપુરમાં એક તમાકુ કંપની પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં મળી આવેલા સામાનની તસવીરો જોઈને તમારી આંખો ચોક્કસથી ચમકી જશે. તમે પણ વિચારવા મજબૂર થઈ જશો કે તમાકુ બનાવતી કંપની કેટલી કમાણી કરી શકે છે અને દરોડામાં આટલું બધું મળી શકે છે. વાસ્તવમાં આવકવેરા વિભાગે કાનપુર સ્થિત બંશીધર ટોબેકો કંપનીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. કાનપુર સહિત 5 રાજ્યોમાં 15 થી 20 ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. નયાગંજ સ્થિત બંશીધર એક્સપોર્ટ અને બંશીધર ટોબેકો પર હજુ પણ આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ છે.
અત્યાર સુધી શું રિકવર થયું છે?
સૂત્રોના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં તમાકુ કંપનીના પરિસરમાંથી લગભગ 4 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જે વાહનો રિકવર કરવામાં આવ્યા છે તે રોલ્સ રોયસ ફેન્ટમ, મેકલેરેન, લેમ્બોર્ગિની અને ફેરારી હોવાનું કહેવાય છે.
માત્ર ઉત્તર પ્રદેશના કાનપુરમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ કંપની સાથે જોડાયેલા લોકોના સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. આ પૈકી ગુજરાત, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે.
શું છે આ સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટમાં આવકવેરા વિભાગને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તમાકુ કંપની પર ટેક્સ ફાઇલિંગ સંબંધિત આરોપો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ મોટા પાયે GST નિયમોની અવગણના કરી. તમાકુ કંપની અન્ય ઘણી કંપનીઓને કાચો માલ પણ પૂરો પાડે છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કંપનીએ તેનું ટર્નઓવર માત્ર 20 થી 25 કરોડ રૂપિયાની વચ્ચે દર્શાવ્યું છે પરંતુ વાસ્તવમાં કંપનીનું ટર્નઓવર 100 થી 150 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.