AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા વિજય કિંગમેકર બનશે?

તમિલનાડુ વિધાનસભાના પરિણામ 4 મેના રોજ જાહેર થશે પરંતુ એક્ઝિટ પોલે પહેલાજ તેનું પરિણામ જાહેર કરી દીધું છે. એક્ઝિટ પોલમાં અભિનેતા વિજયની ટીવીકે પાર્ટીની જીત જોવા મળી રહી છે. એક્સિસ માય ઈન્ડિયા પોલમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેએ ધુમ મચાવવાથી એક કિંગમેકર કે કિંગ બનવાનો ઈશારો કર્યો છે.

Breaking News : શું તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા વિજય કિંગમેકર બનશે?
| Updated on: Apr 30, 2026 | 1:26 PM
Share

તમિલનાડુ વિધાનસભાના પરિણામ 4મેના રોજ જાહેર થશે પરંતુ એક્ઝિટ પોલે પોતાનું અનુમાન પહેલા જણાવી દીધું છે. એક્ઝિટ પોલમાં અભિનેતા વિજયની તમિલાગા વેટ્રી કઝગમ એટેલે કે, ટીવીકે પાર્ટીએ ધુમ મચાવી છે. એક્સિસ માય ઈન્ડિયાના પોલમાં અભિનેતા વિજયની ટીવીકે એક મોટી પાર્ટી જોવા મળી રહી છે. આ આંકડા જો પરિણામમાં બદલી જાય છે તો. અભિનેતા વિજય તમિલનાડુમાં પોતાની સરકાર બનાવી શકે છે.

એક્સિસ માય ઈન્ડિયાના પોલમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે ધુમ મચાવી સંભવિત રુપથી એક કિંગમેકર કે કિંગ બનવા તરફ ઈશારો કર્યો છે. જો આ પરિણામ યોગ્ય સાબિત થાય તો તમિલનાડુમાં રાજકારણના સમીકરણ સંપુર્ણ રીતે બદલાય શકે છે. જો આવું થાય તો એકકે સ્ટાલિનની ડીએમકે ને એક મોટો ઝટકો લાગશે. આ સાથે એઆઈડીએમકેની પણ સત્તા મેળવવામાં સફળ થઈ શકશે નહી. પરંતુ કેટલાક એક્ઝિટ પોલમાં તેમણે 10-20 સીટ જોવા મળી રહી છે પરંતુ 4 મેના રોજ તમામ સવાલના જવાબ મળી જશે.

ટીવીકેને 35 ટકા વોટ શેર સાથે 98-120 સીટ

એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ટીવીકેને 35 ટકા વોટ શેર સાથે 98-120 સીટ મળતી જોવા મળી રહી છે. જો આવું થાય છે તો ટીવીકે માટે એક ઐતિહાસિક સફળતા થઈ શકે છે. ડીએમકે ગઠબંધનને 92-110 સીટ મળવાનું અનુમાન છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે, આ ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બની સામે આવી શકે છે.જો ટીવીકે સારું પ્રદર્શન કર્યું તો વિજય માત્ર કિંગ બની શકે છે પરંતુ કિંગમેકરની ભૂમિકામાં પણ આવી શકે છે.

તમિલનાડુ જીતવા માટે 118 બેઠકો જરૂરી

તમિલનાડુ વિધાનસભામાં કુલ 234 બેઠકો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો DMK અને AIADMK વચ્ચે છે.

વિજયની ટીવીકે એકલા ચૂંટણી લડી રહી છે

અભિનેતા વિજયની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે), તમિલનાડુમાં એકલા ચૂંટણી લડી રહી છે અને રાજ્યના દરેક ક્ષેત્રમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીએ તેના ચૂંટણી પત્રમાં ઘણા મોટા વચનો આપ્યા હતા, જેમાંથી સૌથી મુખ્ય વચન એ છે કે લગ્ન સમયે મહિલાઓને આઠ ગ્રામ સોનું આપવામાં આવશે. એક્ઝિટ પોલ અનુસાર, આ વચનોનો પ્રભાવ પડી રહ્યો હોય તેવું લાગે છે.

અભિનેતામાંથી રાજકારણમાં એન્ટ્રી કરનાર વિજય થલાપતિનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">