AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :ટ્રાફિક ભંગના મેમોનો બાકી દંડ ના ભરનારના વાહનને જપ્ત કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

જો તમારા વાહન પર ટ્રાફિક દંડ (ચલણ) બાકી હોય, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાકી ઈ-ચલણની રકમની વસૂલાત માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

Breaking News :ટ્રાફિક ભંગના મેમોનો બાકી દંડ ના ભરનારના વાહનને જપ્ત કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
| Updated on: Oct 01, 2026 | 7:35 PM
Share

એક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો વાહન માલિક દંડ ભરવામાં નિષ્ફળ જાય, તો પોલીસ તેમનું વાહન જપ્ત કરી શકે છે. કોર્ટે નોંધ્યું હતું કે બાકી દંડની રકમ ₹23,000 કરોડથી વધુ છે અને તેની વસૂલાતની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે વાહનોની રેન્ડમ તપાસ કરવામાં આવે અને બાકી દંડ ધરાવતા વાહનોને જપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે.

‘લાઇવ લૉ’ (Live Law) અનુસાર, એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે માત્ર ઈ-ચલણ ઈસ્યું કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. કોર્ટે જણાવ્યું હતું કે એક વ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ અને વસૂલાત સુનિશ્ચિત કરવા માટે વાહન જપ્તીની પદ્ધતિ અપનાવવા તમામ રાજ્યોને કડક નિર્દેશ આપ્યો હતો.

રૂ.  23,000 કરોડની વસૂલાત બાકી

કોર્ટે આ ચુકાદો એસ. રાજાસિકરન વિરુદ્ધ ભારત સરકાર કેસની સુનાવણી દરમિયાન આપ્યો હતો. અગાઉ, કોર્ટે ભારત સરકાર પાસેથી ઈ-ચલણ અંગેની માહિતી માંગી હતી. સરકારના જણાવ્યા અનુસાર, દેશભરમાં કુલ રુ. 49,000 કરોડના ઈ-ચલણ જારી કરવામાં આવ્યા છે. આ રકમમાંથી રૂ. 26,000 કરોડની વસૂલાત થઈ ચૂકી છે, જ્યારે રૂ. 23,000 કરોડની રકમ હજુ બાકી છે.

કોના વાહનો જપ્ત કરવામાં આવશે?

1. કોર્ટના ચુકાદા મુજબ, જે વ્યક્તિઓને વારંવાર ઈ-ચલણ ફટકારવામાં આવે છે પરંતુ તેઓ તેનો દંડ ભરવામાં નિષ્ફળ જાય છે, તેમના વાહનો જપ્ત થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો કોઈ વાહન પર એકથી વધુ ઈ-ચલણ બાકી હોય તો પોલીસ તે વાહન જપ્ત કરી શકે છે.

2. ચુકાદામાં જણાવાયું છે કે પોલીસ રસ્તા પર વાહનોની રેન્ડમ તપાસ કરી શકે છે. આનો અર્થ એ છે કે જો આવી તપાસ દરમિયાન કોઈ વાહન પર બાકી ઈ-ચલણ હોવાનું જણાય, તો તે વાહન જપ્ત (ઈમ્પાઉન્ડ) કરી શકાય છે. જોકે, જો પોલીસ દ્વારા તમારું વાહન અટકાવવામાં ના આવે, તો તેને જપ્ત કરી શકાતું નથી. ચલણની બાકી રકમની વસૂલાત માટે પોલીસ પણ આ પગલાં અમલમાં મૂકશે.

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચલણની બાકી રકમની વસૂલાત માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આ પગલાંઓમાં વાહન-સંબંધિત ઓનલાઇન સેવાઓ સ્થગિત કરવી, માલિકી હકના હસ્તાંતરણ (ટ્રાન્સફર) પર રોક લગાવવી, ફિટનેસ અને PUC (પ્રદૂષણ નિયંત્રણ) પ્રમાણપત્રો ઈસ્યુ્ં કરવાનો ઇનકાર કરવો અને ટ્રાન્સપોર્ટ પોર્ટલ પર વાહનોને બ્લેકલિસ્ટ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Ahmedabad Blast Case Breaking News : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત અબુ બરેલવીની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Follow Us
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
g clip-path="url(#clip0_868_265)">