AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: PM મોદીનો કડક અને સ્પષ્ટ સંદેશ, ભારતે પાકિસ્તાન પર હુમલા બંધ નથી કર્યા, થોડા સમય માટે સ્થગિત કર્યા

Breaking News: PM મોદીએ વિશ્વા દેશોને આપ્યો સ્પષ્ટ સંદેશ, હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્રને માત્ર આતંકવાદ અને પીઓકે પર જ થશે

Breaking News: PM મોદીનો કડક અને સ્પષ્ટ સંદેશ, ભારતે પાકિસ્તાન પર હુમલા બંધ નથી કર્યા, થોડા સમય માટે સ્થગિત કર્યા
| Updated on: May 12, 2025 | 8:53 PM
Share

પીએમ મોદીએ કડક શબ્દોમાં ઈસ્લામિક દેશ પાકિસ્તાનના 25 કરોડ મુસ્લિમ જનતા અને આતંકીઓની આકા પાકિસ્તાની સેનાને સ્પષ્ટ અને કડક સંદેશ આપી દીધો છે કે જો ભારતમાં હવે એકપણ આતંકી હુમલો થયો તો જવાબમાં ભારત જડબાતોડ જવાબ આપશે. પીએમ મોદીએ સ્પષ્ટ કહી દીધુ કે પાકિસ્તાનના વલણ પર ભારતની નજર છે. સંદેશ સાફ છે કે કાંતો સુધરી જાઓ નહીં તો ભારત સુધારી દેશે તમને. ઓપરેશન સિંદૂર પર પીએમ મોદીએ સ્પષ્ટ કર્યુ કે અમે સૈન્ય કાર્યવાહી ફક્ત સ્થગિત કરી છે. ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી નીતિ નક્કી છે.

“પાણી અને ખૂન એકસાથે ન વહી શકે” PM  મોદી

પીએમ મોદીએ કડક સંદેશ આપ્યો  ‘હું ફરીથી કહુ છું કે અમે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર અમારી જવાબી કાર્યવાહીને હાલ પૂરતી સ્થગિત કરી છે બંધ નથી કરી. આવનારા દિવસોમાં અમે પાકિસ્તાનની હિલચાલને આ કસોટી પર મૂલ્યાંકન કરશુ કે શું તે ફરી એ જ આતંકનું વલણ અપનાવે છે કે કેંમ. ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી પરંતુ આ યુ ગ આતંકવાદનો પણ નથી. ટેરરિઝમ સામે ઝીરો ટોલરન્સ એક સારામાં સારા વિશ્વની ગેરંટી છે. પાકિસ્તાનની સેના, ત્યાંની સરકાર, જે પ્રકારે આતંકવાદને દાણા-પાણી આપીને પોષણ આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનને જ સમાપ્ત કરી દેશે. પાકિસ્તાને જો બચવુ હશે તો તેણે તેના આતંકવાદી માળખાને નષ્ટ કરવુ જ પજશે. ટેરર અને ટોક એકસાથે ન થઈ શકે તેવી જ રીતે ટેરર અને ટ્રેડ પમ એકસાથે ન ચાલી શકે અને પાણી અને ખૂન પણ એકસાથે ન વહી શકે.

“ભારતના હુમલાએ પાકિસ્તાનાને હલબલાવીને રાખી દીધુ”

PM મોદીએ કહ્યુ કે ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા નિર્ણાયક હુમલાએ પાકિસ્તાનને હલબલાવીને રાખી દીધુ. જેનાથી ત્યાંનું નેતૃત્વ આઘાતમાં આવી ગયુ. આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીનું સમર્થન કરવાને બદલે પાકિસ્તાને અમારા ધાર્મિક સ્થળો, સ્કૂલો, સિવિલિયનના ઘરો, અને સૈન્ય છાવણીઓ પર હુમલા કરી જવાબી કાર્યવાહી કરી.

જો કે પાકિસ્તાને આ દુશ્મની બતાવીને તેની નબળાઈને ખુલ્લી પાડી દીધી.  સમગ્ર દુનિયાએ જોયુ કે પાકિસ્તાનની મિસાઈલો અને ડ્રોનને ભારતની ઉન્નત અને મજબૂત સુરક્ષા પ્રણાલીએ કેવી રીતે ધ્વસ્ત કરી દીધા અને તેમના આક્રમણને હવામાં જ ગંજીપાના પત્તાનની જેમ નષ્ટ કરીને ઉડાવી દીધા.  પાકિસ્તાનનો ભારતની સીમાઓ પર હુમલા કરવાનો ટાર્ગેટ હતો પરંતુ ભારતે વ્યુહાત્મક અને કૂટનીતિક રીતે તેનો જવાબ આપ્યો અને મુખ્ય ઢાંચા પર સચોટ પ્રહાર કર્યા

પીએમ મોદીએ સ્પષ્ટ કર્યુ ભારતની સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકણાઓ પર, તેમના ટ્રેનિંગ સેન્ટર પર સચોટો પ્રહાર કર્યા. તેના આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યુ નહીં હોય ક ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે. પરંતુ જ્યારે દેશ એકજૂટ હોય છે તો નેશન ફર્સ્ટની ભાવનાથી રાષ્ટ્ર સર્વોપરી બની જાય છે અને લોખંડી નિર્ણયો લેવામાં આવે છે. જે પરિણામ લાવીને બતાવે છે.

“હમાસના રસ્તે ચાલી રહ્યુ છે પાકિસ્તાન, હવે શું ભારત પણ કરશે ઈઝરાયેલ વાળી?”- વાંચો– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">