Breaking News: PM મોદીનો દુનિયાના દેશોને સ્પષ્ટ સંદેશ, હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્રને માત્ર આતંકવાદ અને પીઓકે પર જ થશે
પાકિસ્તાનના નામે પીએમ મોદીએ દુનિયાની મહાસત્તાઓને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્રને માત્ર ટેરરિઝમ પર અને પીઓકે પર જ થશે.

ઓપરેશન સિંદૂર પર પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કરતી વખતે, પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતો કરી. તેમણે કહ્યું કે જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેઈલિંગ સહન નહીં કરે. ભારત પરમાણુ બ્લેકમેલની આડમાં ઉભરી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક પ્રહાર કરશે. આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના માસ્ટર્સને અલગથી જોઈશું નહીં.
પાકિસ્તાનના નામે પીએમ મોદીએ દુનિયાની મહાસત્તાઓને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્રને માત્ર ટેરરિઝમ પર અને પીઓકે પર જ થશે. ભારત પાકિસ્તાન વચ્ચે 10 મે એ યુદ્ધ વિરામના નિર્ણયના બરાબર 51 કલાક બાદ પીએમ મોદીએ આજે દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદ સામે અમારુ અભિયામ બંધ નથી થયુ, હજુ થયાવત જ છે અને પાકિસ્તાને આતંકવાદ છોડવો જ પડશે. આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનની સાથેસાથે વિશ્વના દેશોને પણ કડક અને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
પીએમ મોદીનો દુનિયાને સ્પષ્ટ સંદેશ
પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદનો રસ્તો છોડવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હવે પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ વાતચીત થશે. અન્ય કોઈ મુદ્દા પર કોઈ વાતચીત થશે નહીં. પીએમનો આ સંદેશ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે એવી ચર્ચા થઈ હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને પાણીના મુદ્દા પર વાતચીત થશે. અમેરિકાએ પણ આ મુદ્દાને ઉકેલવાની વાત કરી હતી. પરંતુ પીએમએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ થશે.
પીએમ મોદીએ ત્રણ મુદ્દા પર મુક્યો ભાર
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હવે આતંકવાદ સામે ભારતની નવી નીતિ છે. આ દરમિયાન તેમણે ત્રણ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે કહી.
- પ્રથમ એકે જો હવે કોઈ હુમલો થશે તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું, અમે એ દરેક જગ્યાએ કાર્યવાહી કરીશું જ્યાં જ્યાં આતંકવાદના મૂળ પથરાયેલા છે.
- બીજું એ કે ભારત કોઈપણ પરમાણુ ધમકીને સહન કરશે નહીં, અને
- ત્રીજુંએ કે અમે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ રીતે નહીં જોઈએ. . ઓપરેશન દરમિયાન દુનિયાએ પાકિસ્તાનનો એ બિહામણો ચહેરો જોયો છે જ્યારે હુમલામાં માર્યા ગયેલા આતંકીઓના જનાજામાં સરકાર અને સેનાના મોટા મોટા અધિકારીઓ હાજરી આપવા માટે ઉમટી પડ્યા હતા. અમે ભારતના નાગરિકોને કોઈપણ ખતરાથી બચાવવા માટે નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખીશું.
