Breaking News : PM મોદીનો નવો ઇન્સ્ટાગ્રામ Video કહ્યું , હું સમાજની અંદર રહેલા આક્રોશને સમજી શકું છુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હસ્તકલા દિવસની પૂર્વ સંધ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે સ્વદેશી સંદેશ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો મેસેજની શરુઆત ઈતિહાસના મહત્વના અધ્યાયને યાદ અપાવતા કહ્યું કે, સાથિયો 7 ઓગસ્ટ 1905ના રોજ આપણે ભૂલવાનો નથી. 7 ઓગસ્ટ 1905ના દેશને આઝાદી માટે સ્વદેશી આંદોલનની શરુઆત થઈ હતી. આત્મનિર્ભર ભારતનો પાયો નખાયો. દેશવાસીઓએ અંગ્રેજો સામે એક ભયંકર યુદ્ધ લડ્યું. દરેક વ્યક્તિ તેમાં જોડાયો.
હેન્ડલુમ ડે પર કાંઈ પણ ખરીદો
આ વીડિયોમાં તેમણે આગળ કહ્યું કે, હજુ ગત્ત અઠવાડિયે તમે બધાએ ફ્રેન્ડશીપ ડે મનાવ્યો હતો. હું આગ્રહ કરું છું કે, 7 ઓગસ્ટના રોજ આપણે આ ઉત્સાહ સાથે હેન્ડલુમ ડે મનાવવો જોઈએ. હેન્ડલુમ ડે મનાવવાનો અર્થ એ છે કે, ગરીબ પરિવાર અને બુનકર પરિવાર જે ઘરે કપડાં બનાવે છે. તેનો ઉત્સાહ વધારીએ. ચાલો આપણે નાના નાના પરિવારોને સશ્કત બનાવીએ. હેન્ડલુમ ડે પર કાંઈ પણ ખરીદીએ.
દેશના યુવાઓને સંબોધિત કર્યા
આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં પીએમ મોદીએ દેશના યુવાઓને સંબોધિત કર્યા હતા.જેમાં તેમણે કહ્યું કે આજે મન કરે છે કે, બસ તમારી સાથે વાત કરું. જંતર-મંતર પર જે કાંઈ થયું. દેશ અને દુનિયાએ જોયું છે. કેટલાક બાળકોએ અપશબ્દો કહ્યા. એવા શબ્દોનો ઉપયોગ કર્યો કે, જે કોઈ પણ સમાજમાં શોભા આપતું નથી. મને તો અપશબ્દો કહેવામાં આવ્યા મારી સ્વર્ગીય માતાને પણ અપશબ્દો કહેવામાં આવ્યા હતા.
View this post on Instagram
પીએ મોદીએ કહ્યું. હું આજે વાત કરવા માંગુ છું કે, બાળપણમાં અપશબ્દો હોય છે અને સુધારવાના પણ હોય છે. આજ તો આપણું બાળપણ છે. તેમણે કહ્યું કે, હું સમાજની અંદરના જે આક્રોશ છે. તેને સમજી શકું છું. એક કલ્ચર શોક છે કે,આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કઈ રીતે બોલી શકે છે પરંતુ આ સમય આ બાળકોને ગળે લગાવી સાચો રસ્તો બતાવવાનો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને હેન્ડલુમના કપડા પહેરેલા રીલ્સ, વીડિયો અથવા ફોટા શેર કરવા પ્રોત્સાહિત કર્યા. આનાથી ભારતીય હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે દરેક નાગરિક આ અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. સોશિયલ મીડિયા વધુ લોકોને આ અપનાવવા માટે પ્રેરણા આપી શકે છે.
