AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો ઝટકો! સુપ્રીમ કોર્ટે તેમને આસામ કોર્ટમાં જવાનો આદેશ આપ્યો

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના આગોતરા જામીન પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે અને તેમને આસામની યોગ્ય કોર્ટમાં જવાની સૂચના આપી છે. અગાઉ તેલાંગણા હાઇકોર્ટે દ્વારા ખેરાને એક અઠવાડિયાના આગોતરા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ આદેશને સ્થગિત કરી દીધો છે.

Breaking News : પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો ઝટકો! સુપ્રીમ કોર્ટે તેમને આસામ કોર્ટમાં જવાનો આદેશ આપ્યો
| Updated on: Apr 15, 2026 | 1:16 PM
Share

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના આગોતરા જામીન પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે અને તેમને આસામની યોગ્ય કોર્ટમાં જવાની સૂચના આપી છે. અગાઉ તેલાંગણા હાઇકોર્ટે દ્વારા ખેરાને એક અઠવાડિયાના આગોતરા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ આદેશને સ્થગિત કરી દીધો છે.

બુધવારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી, જેમાં આસામ પોલીસ દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવામાં આવ્યો. ખેરા વિરુદ્ધ ગુવાહાટી ખાતે નોંધાયેલી FIRના સંદર્ભમાં આ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસ હિમંતા બિશ્વા શર્માની પત્ની દ્વારા નોંધાવવામાં આવ્યો છે, જેમાં પવન ખેડા પર ખોટા આરોપો લગાવવાનો આરોપ છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.

આસામ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ગુનો આસામમાં થયો હોવા છતાં ખેરાએ તેલંગાણા હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે કાયદાકીય રીતે યોગ્ય નથી. સરકારના વકીલે દલીલ કરી હતી કે ખેડાએ અધિકારક્ષેત્રનો લાભ લેવા માટે દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો, જેમાં આધાર કાર્ડ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. આથી, સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી અને તત્કાલ અસરથી તેલંગાણા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો.

શું છે સમગ્ર કેસ?

પવન ખેડાએ 5 એપ્રિલે એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી હિમંતાની પત્ની પાસે વિદેશમાં બહુવિધ પાસપોર્ટ અને મિલકતો છે, જેનો ખુલાસો 9 એપ્રિલે આસામ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચૂંટણી સોગંદનામામાં કરવામાં આવ્યો નથી. શર્મા દંપતીએ ખેડાના આરોપોને ખોટા અને બનાવટી ગણાવીને ફગાવી દીધા.

આ આરોપોના આધારે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 175 (ચૂંટણીના સંદર્ભમાં ખોટું નિવેદન આપવું), 35 (શરીર અને મિલકતનો ખાનગી બચાવ) અને 318 (છેતરપિંડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પવન ખેડાએ 7 એપ્રિલે આ કેસમાં આગોતરા જામીન માટે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમણે હૈદરાબાદમાં પોતાનું રહેઠાણનું સરનામું આપ્યું હતું. તેમણે ધરપકડના કિસ્સામાં હાઈકોર્ટને ટ્રાન્ઝિટ જામીન આપવા વિનંતી કરી હતી.

આ મામલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પવન ખેડાને આસામની કોર્ટમાં જ જઈને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવી પડશે. આ નિર્ણય રાજકીય તેમજ કાનૂની રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- Breaking News : એરલાઇન્સને મોટો ટેકો, સરકારે 4,000 કરોડ રૂપિયાના ઇમરજન્સી લોન પેકેજની જાહેરાત કરી

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">