AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘અમે તને પાછા નહીં જવા દઈએ’… લાઈવ મેચમાં બાંગ્લાદેશી વિકેટકિપરે પાકિસ્તાની ખેલાડીની ઉડાવી મજાક, વીડિયો વાયરલ

બાંગ્લાદેશ પ્રવાસની પહેલી જ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચના અંતિમ દિવસે, બાંગ્લાદેશે માત્ર પાકિસ્તાની ટીમને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી ન હતી, પરંતુ મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્સમેનોની મજાક પણ ઉડાવી હતી.

Breaking News: 'અમે તને પાછા નહીં જવા દઈએ'... લાઈવ મેચમાં બાંગ્લાદેશી વિકેટકિપરે પાકિસ્તાની ખેલાડીની ઉડાવી મજાક, વીડિયો વાયરલ
Mohammad RizwanImage Credit source: PTI
| Updated on: May 12, 2026 | 10:10 PM
Share

પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓને દરેક જગ્યાએ અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. વર્લ્ડ કપથી લઈને ચેમ્પિયન્સ ટ્રોફી અને ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમનું પતન થયો છે. પરંતુ આખી ટીમ ઉપરાંત કેટલાક ખેલાડીઓ વધુ ટ્રોલ થયા છે, અને તેમાંથી એક ટીમનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે, જે દરેક ફોર્મેટમાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે પાકિસ્તાની ચાહકો સતત રિઝવાનની ટીકા અને મજાક ઉડાવી રહ્યા છે, ત્યારે હવે એક મેચ દરમિયાન બીજી ટીમના એક ખેલાડીએ તેનું અપમાન કર્યું છે.

બાંગ્લાદેશ-પાકિસ્તાન ટેસ્ટ મેચ

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે રિઝવાન સાથે આવું બન્યું , જ્યારે પાકિસ્તાન 268 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું. પાકિસ્તાને પોતાની ઈનિંગમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને રિઝવાન ક્રીઝ પર હતો. રિઝવાનના ખભા પર સઈદ શકીલ સાથે ટીમને જીત અપાવવાની કે હારથી બચાવવાની જવાબદારી હતી. આ ભાગીદારી પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, અને બાંગ્લાદેશને તેને તોડવાની જરૂર હતી.

લિટન દાસે રિઝવાનની મજાક ઉડાવી

ક્રિકેટ મેચ દરમિયાન બેટ્સમેનને હેરાન કરવા કે ધ્યાન ભંગ કરવા માટે સ્લેજિંગ કરવું એ કંઈ નવું નથી. બાંગ્લાદેશે પણ આવું જ કર્યું. જ્યારે રિઝવાન બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે બાંગ્લાદેશી વિકેટકીપર લિટન દાસે તેની મજાક ઉડાવી, તેના સ્પિનર ​​તૈજુલ ઈસ્લામને બંગાળીમાં કહ્યું, “રિઝવાનની પાકિસ્તાનમાં ખૂબ જ ખરાબ પ્રતિષ્ઠા છે. જો તે મોટો શોટ મારવાનો પ્રયાસ કરીને આઉટ થઈ જાય, તો તે ક્યારેય પોતાના દેશમાં પાછો ફરી શકશે નહીં, તેની પ્રતિષ્ઠા ખૂબ જ ખરાબ છે.”

રિઝવાન ખરાબ રીતે બોલ્ડ થયો

રિઝવાન આ વાત સમજી શક્યો કે નહીં તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો શેર કર્યો અને મોહમ્મદ રિઝવાનની મજાક ઉડાવવા લાગ્યા. ગમે તે હોય, આ કોમેન્ટ પછી તરત જ રિઝવાનને આઉટ કરવામાં આવ્યો. તેને ફાસ્ટ બોલર નાહિદ રાણાએ આઉટ કર્યો, અને તેની આઉટ કરવાની રીત પોતે જ શરમજનક હતી.

રિઝવાન 15 રન બનાવીને આઉટ

રિઝવાને નાહિદના ઈનકમિંગ બોલને માર વાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બોલ સ્ટમ્પ પર વાગ્યો. રિઝવાન માત્ર 15 રન બનાવીને આઉટ થયો. પાકિસ્તાન ટૂંક સમયમાં માત્ર 163 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને 104 રનથી હારી ગયું. રિઝવાને પ્રથમ ઇનિંગમાં 59 રન બનાવ્યા, પરંતુ તેનું વિકેટકીપિંગ પ્રદર્શન પણ ખરાબ રહ્યું, જેના કારણે તે ચાહકોના નિશાના પર છે.

Breaking News: ગિલ-બટલર નિષ્ફળ, સુદર્શને GTની ઈનિંગને સંભાળી, IPL 2026માં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

Follow Us
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
g clip-path="url(#clip0_868_265)">