Breaking News : કિશ્તવાડમાં ગુમ થયેલા પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા, આતંકવાદીના ગોળીબાર બાદથી ગુમ હતા
જમ્મુ અને કાશ્મીર ( Jammu kashmir )ના કિશ્તવાડ જિલ્લાના મારવાહ જંગલમાં ગોળીબાર બાદ ગુમ થયેલા બે પોલીસ અધિકારીઓ (SPO) ના મૃતદેહ મળી આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના મારવાહ જંગલમાં ફાયરિંગ પછી ગુમ થયેલા 2 SPO જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. 11 નવેમ્બર બાદ તેનો સંપર્ક તુટી ગયો હતો. આ ગંભીર ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતુ.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન-મારવાહ પહાડી વિસ્તારમાંથી બે ખાસ પોલીસ અધિકારીઓ (SPO) ગુમ થયા હતા. તેમની ઓળખ રશપાલ કુમાર (40) અને બોબી ચંદ (54) તરીકે થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ સૈન્ય કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ પર હતા અને ધેરણા પોસ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનો સંપર્ક તૂટી ગયો.આ વિસ્તારમાં ગોળીબાર સંભળાયા હોવાના પણ અહેવાલ હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, શરુઆતમાં તેનો મોબાઈલ ચાલું હતુ. પરંતુ બાદમાં સંપર્ક થઈ શક્યો નહી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તેને શોધવા માટે એક સંયુક્ત સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.
જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, અહી ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
