Breaking News Amritpal Singh Arrested : ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે કરી ધરપકડ, દિબ્રુગઢ જેલમાં કરવામાં આવશે શિફ્ટ
Breaking News : ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. અમૃતપાલ છેલ્લા એક મહિનાથી ફરાર હતો.
ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. અમૃતપાલ સિંહ અજનાલા ઘટના બાદથી ફરાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો.
આ પણ વાંચો : Amritpal Singh: પંજાબ પોલીસને મળી મોટી સફળતા! ધરપકડ કરાયેલ NRI પાસેથી અમૃતપાલ સિંહ સંબંધિત મહત્વના પુરાવા મળ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે. આ એ જ જેલ છે જ્યાં તેના ઘણા સાથીઓને પણ રાખવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ સરકારી કાર્યવાહીમાં અવરોધ, શાંતિ ભડકાવવા જેવા અનેક ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે અમૃતપાલની મોગાના રોડે ગામના ગુરુદ્વારામાંથી ધરપકડ કરી હતી.
Waris Punjab De’s #AmritpalSingh is likely to be shifted to Dibrugarh, Assam according to #PunjabPolice sources.#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) April 23, 2023
18 માર્ચથી ફરાર અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નેપાળ પોલીસે પણ તેને તેમના સર્વેલન્સ લિસ્ટમાં રાખ્યો હતો. કારણ કે વચ્ચે સમાચાર આવ્યા હતા કે અમૃતપાલ નેપાળ થઈને પાકિસ્તાન ભાગી જવાની તૈયારીમાં છે.
અત્યાર સુધીમાં અનેક સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે
#AmritpalSingh arrested in Moga, Punjab.
Further details will be shared by #PunjabPolice
Urge citizens to maintain peace and harmony, Don’t share any fake news, always verify and share.
— Punjab Police India (@PunjabPoliceInd) April 23, 2023
અમૃતપાલ એક દિવસ પહેલા જ મોગા આવ્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ એક દિવસ પહેલા જ મોગા પહોંચી ગયો હતો. જ્યાં તેણે ગુરુદ્વારામાં આશરો લીધો હતો. હવે અમૃતપાલ સિંહને લઈને પંજાબ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડની પુષ્ટિ કરી છે. પંજાબ પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે
અમૃતપાલ સિંહના આત્મસમર્પણ પહેલા પોલીસે તેના નજીકના સાથી પપ્પલપ્રીત સિંહની 10 એપ્રિલે ધરપકડ કરી હતી. પપ્પલપ્રીત એ વ્યક્તિ હતી જે ફરાર થવા દરમિયાન અમૃતપાલ સિંહ સાથે રહ્યો હતો. પપ્પલપ્રીતની પણ ધરપકડ કરીને તેને આસામની જેલમાં ખસેડવામાં આવ્યો છે. અમૃતપાલ સિંહના ધરપકડ કરાયેલા સહયોગીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
થોડા મહિના પહેલા લંડનથી પરત ફર્યો હતો અમૃતપાલ
ત્રણ દિવસ પહેલા પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને એરપોર્ટ પરથી અટકાયતમાં લીધી હતી. કિરણદીપ લંડન જવાની તૈયારી કરી રહી હતી, પરંતુ ફ્લાઈટ પહેલા જ પોલીસે તેને એરપોર્ટ પરથી જ કસ્ટડીમાં લઈ લીધી હતી. અમૃતપાલ પાલ થોડાં મહિના પહેલા લંડનથી પંજાબ પાછો આવ્યો હતો અને ત્યારથી તે વારિસ પંજાબ દે સંગઠનના વડાની જવાબદારી સંભાળી રહ્યો હતો.
વીડિયો જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે-કોઈ વાળ વાંકો ન કરી શકે
ફરાર વચ્ચે અમૃતપાલ સિંહના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. 29 માર્ચે જાહેર કરાયેલા એક વીડિયોમાં અમૃતપાલ સિંહે કહ્યું હતું કે કોઈ પણ તેનો વાળ વાંકો ન કરી શકે. તેણે કહ્યું હતું કે, તેના પર સાચા બાદશાહની કૃપા છે. સાચા બાદશાહે મુશ્કેલ સમયમાં આપણી કસોટી કરી છે, પરંતુ પરમાત્માએ ઘણો સાથ આપ્યો છે.
અજનલાની ઘટના બાદ અમૃતપાલ ચર્ચામાં આવ્યો હતો
અજનાલની હિંસા બાદ અમૃતપાલ સિંહ પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. 23 ફેબ્રુઆરીએ અજનાલામાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે અમૃતપાલ સિંહ તેમના સેંકડો સમર્થકો સાથે તેમના સાથીદારની ધરપકડના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો હિંસા ફાટી નીકળી. જેમાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…..