AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર કસ્ટડીમાં, પોલીસ કરી રહી છે પૂછપરછ

ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે ના ચીફ અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે, પરંતુ તેની પત્નીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે તેણીને એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવી ત્યારે તેણી લંડન જવાની તૈયારી કરી રહી હતી.

Breaking News : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર કસ્ટડીમાં, પોલીસ કરી રહી છે પૂછપરછ
Bipin Prajapati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 1:36 PM
Share

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને કસ્ટડીમાં લેવામાં આવી છે. તે લંડન જવાની તૈયારી કરી રહી હતી ત્યારે પોલીસે તેની અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. પોલીસ તેની અમૃતપાલ સિંહ વિશે પૂછપરછ કરી રહી છે. અમૃતપાલની પત્ની આજે જ લંડન જતી રહી હતી. તેમની બપોરે 1.30 વાગ્યે શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટ હતી. પોલીસ તેમને નજરકેદ પણ કરી શકે છે.

ખાલિસ્તાની અમૃતપાલ સિંહની પત્નીની અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. મહત્વનુ છે કે તેની પત્ની લંડન જવાની ફિરાકમાં હતી. પરંતુ તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. ત્યારબાદ અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી. ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીને ગુરુવારે અમૃતસર એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. આ દરમ્યાન તેણીને પૂછતા તે લંડન જઈ રહી હોવાનું જણાવ્યુ હતું. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

અમૃતપાલના વિવિધ લોકેશન મળ્યા હતા પરંતુ હજી સુધી તે પકડમાં આવ્યો નથી

પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસે તેના ઘણા સાથીદારો અને સમર્થકોની ધરપકડ કરી હતી. જોકે, અમૃતપાલ તેના કેટલાક નજીકના લોકો સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી છે. એટલું જ નહીં પોલીસ તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે. અમૃતપાલના વિવિધ લોકેશન મળ્યા હતા પરંતુ હજી સુધી તે પકડમાં આવ્યો નથી.

કોણ છે કિરણદીપ કૌર?

અમૃતપાલ સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકેની એનઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરીમાં અમૃતપાલ સાથે લગ્ન કર્યા પછી, કિરણદીપ કૌર પંજાબમાં શિફ્ટ થઈ ગઈ અને હાલમાં તે અમૃતપાલના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં રહે છે. જોકે કિરણદીપના પરિવારના મૂળ જલંધરમાં હોવાનું કહેવાય છે.

કિરણદીપ અને અમૃતપાલના લગ્ન અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા તરીકે સંભાળ્યાના મહિનાઓ પછી થયા હતા. અમૃતપાલ સિંહની પ્રવૃત્તિઓ માટે વિદેશી ભંડોળના મુદ્દે પંજાબ પોલીસે યુકેની એનઆરઆઈ કિરણદીપ કૌરની આ માટે એરપોર્ટ પરથી કસ્ટડી લઈ પૂછપરછ કરી હતી.

કિરણદીપ કૌરની કરવામાં આવી પૂછપરછ

પંજાબ પોલીસે ગત દિવસોમાં તેની પત્ની કિરણદીપ કૌરની પૂછપરછ કરી હતી. આ તપાસ અમૃતપાલ સિંહની પ્રવૃત્તિઓ માટે કથિત વિદેશી ફંડિંગના સંદર્ભમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે અમૃતપાલને 35 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે પંજાબ પોલીસ ફંડિંગ મિકેનિઝમની ખાતરી કરવા માટે અમૃતપાલ, તેની પત્ની, પિતા અને અન્ય સંબંધીઓના બેંક ખાતાઓની પણ તપાસ કરી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">