AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Gyanvapi Case- હિન્દુ મહિલાઓ કરશે પૂજા! રદ થઈ મુસ્લિમ પક્ષની અરજી

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવી દીધો અને હિન્દુ પક્ષની અરજીને માન્ય ગણાવી.

Breaking News: Gyanvapi Case- હિન્દુ મહિલાઓ કરશે પૂજા! રદ થઈ મુસ્લિમ પક્ષની અરજી
Gyanvapi mosque case
| Updated on: May 31, 2023 | 5:32 PM
Share

Prayagraj: અલાહાબાદ હાઈકોર્ટમાં બુધવારે વારાણસીના જ્ઞાનવાપી કેસમાં (Gyanvapi Case) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવી દીધો અને હિન્દુ પક્ષની અરજીને માન્ય ગણાવી. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જે.જે. મુનીરની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

23 ડિસેમ્બર, 2022ના રોજ કોર્ટે ચર્ચા પૂરી થયા પછી વારાણસીની શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકાર્યો હતો.

આ પણ વાંચો: Wrestlers Protest: ગંગામાં મેડલ વહેવડાવવા પર બ્રિજભૂષણે કહ્યું, મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો જુઓ Video

12 સપ્ટેમ્બરે આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો

શ્રૃંગાર ગૌરી કેસમાં હિન્દુ પક્ષના રાખી સિંહ અને અન્ય 9 લોકો દ્વારા વારાણસી કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. મસ્જિદની વ્યવસ્થા સમિતિએ આ મામલામાં પોતાનો વાંધો નકારવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને 12 સપ્ટેમ્બરે પડકારવામાં આવ્યો હતો.

5 મહિલા સહિત 10 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા

કોર્ટમાં અરજી કરનાર 5 મહિલાઓ સહિત 10 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાને ફગાવી દીધો હતો. મુસ્લિમ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે 1991ના પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ અને 1995ના સેન્ટ્રલ વક્ફ એક્ટ હેઠળ સિવિલ દાવો જાળવવા યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશના આ નિર્ણયને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">