AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદવાળી થતા રહી ગઈ, એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા એર ઇન્ડિયાના ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી

સુત્રોના જણાવ્યા અનુસાર એન્જિનમાં આગના સંકેત મળતા જ પાયલોટે તરત એર ટ્રાફિક કંટ્રોલને આ વાતની જાણકારી આપી હતી. સુરક્ષાના નિયમો હેઠળ જરુરી પગલા ઉઠાવ્યા હતા. વિમાનના સુરક્ષિત ઉતરવાના કારણે મોટી ઘટના ટળી હતી.

Breaking News : અમદાવાદવાળી થતા રહી ગઈ, એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા એર ઇન્ડિયાના ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી
| Updated on: May 22, 2026 | 8:15 AM
Share

બેંગ્લુરુંથી આવી રહેલા એર ઈન્ડિયાના એક વિમાનની એન્જિનમાં આગ લાગવાના સંકેત મળતા જ દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રૂએ તમામ માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું અને A320 વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. તેણે કહ્યું હતું કે, બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

ફ્લાઇટ AI2802 બેંગલુરુથી દિલ્હી આવી રહી હતી. ફ્લાઇટ દિલ્હી પહોંચતી વખતે, કોકપીટ ક્રૂને એક એન્જિનમાંથી ફાયર સિગ્નલ મળ્યો, એમ નિવેદનમાં જણાવાયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં 160થી વધારે લોકો સવાર હતા. સુત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં 160થી વધારે લોકો સવાર હતા. જાણકારી અનુસાર એર ઈન્ડિયાએ કહ્યું કે,ઘટનાના કારણોની તાત્કાલિક તપાસ શરૂ કરી રહી છે.

લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી

એર ઈન્ડિયાની બેંગ્લુરું થી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ એઆઈ 2802માં લેન્ડિંગ દરમિયાન ટેકનીકલ ગડબડીનો મામલો સામે આવ્યો છે.એર ઈન્ડિયાના અનુસાર વિમાન જ્યારે દિલ્હી એરપોર્ટ પર ઉતરવાનું હતુ. આ દરમિયાન પાયલોટને એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા હતા. ત્યારબાદ ક્રૂએ તાત્કાલિક સલામતી પ્રક્રિયાઓનું પાલન કર્યું અને વિમાનને દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું.

તમામ યાત્રી અને ક્રુ સુરક્ષિત

વિમાન કંપનીએ જણાવ્યું કે, આ ઘટનામાં તમામ યાત્રી અને ક્રુ સભ્યો સંપુર્ણ રીતે સુરક્ષિત છે. વિમાનની સુરક્ષિત લેન્ડિંગ બાદ મુસાફરોને સાવધાની સાથે બહાર કાઢવામાં આવ્યા છે. એરલાઈને કહ્યું કે, આ ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે અને વિમાનન અધિકારીઓની સાથે મળી સંપુર્ણ મામલની તપાસ કરવામાં આવી છે.

એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિનમાં આગ લાગવાની જાણ થતાં, પાઇલટ્સે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને જરૂરી સલામતીના પગલાં લીધા. વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ. રિપોર્ટ અનુસાર ટેકનિકલ ખામી સૂચવે છે, જોકે ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા પછી જ જાહેર થશે.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">