Breaking News: CM ભૂપેન્દ્ર પટેલને દિલ્લીનું તેડું, PM મોદી સાથે કરશે બેઠક, આજે દિલ્લીમાં ગુજરાત ભાજપના સાંસદોની પણ બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્લીનું તેડુ આવ્યું છે જેના પગલે CM આજે બપોર બાદ દિલ્લી જવા રવાના થશે. દિલ્લીમાં PM સાથે 6-30 કલાકે ખાસ બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે.

Breaking News: CM ભૂપેન્દ્ર પટેલને દિલ્લીનું તેડું, PM મોદી સાથે કરશે બેઠક, આજે દિલ્લીમાં ગુજરાત ભાજપના સાંસદોની પણ બેઠક
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 21, 2023 | 9:32 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્લીનું તેડુ આવ્યું છે જેના પગલે CM  આજે બપોર બાદ દિલ્લી જવા રવાના થશે. દિલ્લીમાં PM સાથે 6-30 કલાકે ખાસ બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે.

દિલ્લીના ગરવી  ગુજરાત ભવનમાં સાંસદોની બેઠક બાદ તમામ સાંસદો ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ્થાને પહોંચવા સૂચના પણ આપવામાં આવી છે   નોંધનીય છે કે લોકસભા ચૂંટણી ને લઈને ગુજરાત ની 26 બેઠકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ બેઠક છે.

ગુજરાત ભાજપના સાંસદોને પણ દિલ્લીનું તેડું

આજે ગુજરાત ભાજપના તમામ સાંસદોની  દિલ્હીમાં  સાંજે 4:30 વાગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ગરવી ગુજરાત ભવન ખાતે આ મહત્વની બેઠક યોજાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સાંસદો સાથે બેઠક યોજાશે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કેટલાક સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય તેવી શક્યતા

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ અત્યારથી જ સજ્જ થઇ ગયું છે. ગુજરાતના ભાજપના સાંસદોને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ભાજપના તમામ 26 સાંસદોને તેમજ રાજ્યસભાના આઠ સાંસદોને બોલાવવવામાં આવ્યા છે. આજની આ  બેઠકમાં લોકસભા ચૂંટણી અંગે પણ મહત્વની ચર્ચા થશે. કેટલાક સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ગત લોકસભાની ચૂંટણીમાં  બાજેપ તમામ 26 બેઠક ઉપર મેળવી હતી જીત

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠક ઉપર જીત મેળવી હતી . આ જીત યથાવત્ રાખવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેની સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 26 બેઠકમાં અત્યાર સુધીમાં હાઇએસ્ટ માર્જીનથી કેવી રીતે જીતવું તેને લઇને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">