AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામુ, હવે કૃષ્ણ મોહન સંભાળશે જવાબદારી

અયોધ્યામાં રામ મંદિર ટ્ર્સ્ટની મળેલી બેઠક પૂર્ણ થઈ છે, લગભગ 3 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠક બાદ ટ્રસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી એ જણાવ્યુ કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાનુ રાજીનામુ મંજૂર કરી લેવામાં આવ્યુ છે. કૃષ્ણ મોહન હવે ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામુ, હવે કૃષ્ણ મોહન સંભાળશે જવાબદારી
| Updated on: Jul 06, 2026 | 7:21 PM
Share

Ram Mandir Trust: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક ત્રણ કલાક સુધી ચાલી. ચઢાવા ચોરી મામલે આ બેઠક મળી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક બાદ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંગ દેવગીરીએ મીડિયા સમક્ષ આવીને જાણકારી આપી કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ તેમના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. જેવુ તેમણે રાજીનામુ આપ્યુ એવુ તરત જ સ્વીકારી લેવામાં આવ્યુ છે. હાલ નવા મહાસચિવ અને અધ્યક્ષ ની પસંદગી ન થાય ત્યાં સુધી કૃષ્ણ મોહનને રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

રામમંદિરમાંથી ચોરાયેલી તમામ ચીજો પ્રેસ કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવી

ચઢાવા ચોરી મામલે ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી. જેમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં રામ મંદિરમાંથી જે ચીજોની ચોરી થઈ હોવાના આરોપ લાગ્યા બહતા તે ચામ ચીજોને ટ્રસ્ટના પ્રેસ કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવેલી છે. જેમા સોનાની રામાયણ, ભગવાનની ચરણપાદુકા ચિહ્ન, ભગવાન રામલલા ને ભેટમાં મળેલા કિમતી હાર સહિતની ચીજો સામેલ છે.

જે પણ પાપમાં સામેલ હશે તેમને સજા થશે- મહંત નૃત્ય ગોપાલ દાસ

બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાની ભૂમિકા પર અન્ય સદસ્યો એ નારાજગી વ્યક્ત કરી હતી. મહંત દિનેશ દાસજી એ કહ્યુ કે અમે લોકોએ સમગ્ર જીવન સમર્પિત કરી દીધુ. તો સ્વામી વિશ્વ પ્રશન્નતીર્થે કહ્યુ આ કલંક લાગ્યુ છે. આ બેઠક પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસજીએ જણાવ્યુ હતુ કે જે પણ આ પાપમાં સામેલ હશે તમામને સજા કરવામાં આવશે.

ચઢાવા ચોરી મામલે મળેલી  બેઠકમાં  ચંપત રાય, અનિલ મિશ્રા રહ્યા ગેરહાજર

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આ મહત્વપૂર્ણ બેઠકમાં કૂલ 14 સદસ્યોમમાંથી 9 સદસ્યો વ્યક્તિગત રીતે સામેલ થયા જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના નામિત સદસ્યો ઓનલાઈન જોડાયા હતા. બેઠકમાં વ્યક્તિગત જોડાનારા સદસ્યોમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ ગીર, ટ્રસ્ટ સદસ્ય કૃષ્ણ મોહન, દિનેન્દ્ર દાસ, શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતિ, પરમાનંદ ગીરી મહારાજ અને સ્વામી વિશ્વ પ્રપન્ન તીર્થ જી મહારાજ સામેલ હતા. બીજી તરફ કેટલાક સદસ્યો વર્ચ્યુઅલી જોડાયા હતા. જ્યારે ટ્રસ્ટના સદસ્ય ચંપત રાય અને અનિલ મિશ્રા આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

SIT તપાસમાં 8 આરોપીઓ પાસેથી કૂલ  ₹ 79.85 લાખ ની રોકડ  જપ્ત

આપને જણાવી દઈએ કે રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં SIT તપાસમાં 8 આરોપીઓ પાસેથી કૂલ 79.85 લાખ ની રોકડ જપ્ત કરવામાં આવી છે. પોલીસ અને કોર્ટના દસ્તાવેજો મુજબ અલગ અલગ આરોપીઓ પાસેથી જે રકમ મળી આવી તે આ પ્રમાણે છે.

  • અવિનાશ શુક્લા = ₹20 લાખ થી વધુ અને 1 હજાર ડૉલર
  • કરુણેશ પાંડે = ₹18 લાખ થી વધુ
  • અનુકલ્પ મિશ્રા = ₹16 લાખથી વધુ
  • લવકુશ મિશ્રા = ₹14 લાખ થી વધુ
  • રમા શંકર મિશ્રા = ₹7 લાખથી વધુ
  • રામ શંકર યાદવ ઉર્ફ ટિલ્લુ યાદવ= ₹1 લાખ

SIT ની તપાસમાં ખૂલ્યુ છે કે આરોપીઓ દરરોજ દાનપેટીમાંથી ₹500ની નોટની ₹6 લાખથી ₹8 લાખની ઉચાપત કરતા હતા.

ચટકારા લઈ-લઈને તમે જે ચીઝ ખાઈ રહ્યો છો… એ અસલી છે કે નક્લી… ઘરે બેઠા કેવી રીતે ચેક કરવુ?

Follow Us
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">