Breaking News: અબ્બાસ અંસારીને હેટ સ્પીચ મામલે 2 વર્ષની સજા, હવે ધારાસભ્ય પરથી પદ ગુમાવવું પડશે
મઉ સદરના વિધાયક અબ્બાસ અન્સારીને જિલ્લા અને સત્ર ન્યાયાલયે હેટ સ્પીચ મામલે દોષી ઠેરવ્યો છે. જિલ્લા અને સત્ર ન્યાયાલય દ્વારા ધારાસભ્ય અંબાસ અંસારીને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

માફિયા મુખ્તાર અન્સારીના પુત્ર અને મઉ સદર સીટના વિધાયક અબ્બાસ અન્સારી સામે જિલ્લા તેમજ સત્ર ન્યાયાલયે કડક પગલાં હાથ ધર્યા છે. વાત એમ છે કે, હેટ સ્પીચ મામલે આજે મઉના જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં ચુકાદો લેવામાં આવ્યો છે. આમાં અબ્બાસ અન્સારીને હેટ સ્પીચ મામલે દોષી ઠેરવ્યો છે.
કોર્ટે સંભળાવી સજા
કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે, અબ્બાસ અંસારી હવે વિધાનસભાનું સભ્યપદ ગુમાવશે. ન્યાયાધીશ ડૉ. કે.પી. સિંહ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એમપી એમએલએ કોર્ટે સજા સંભળાવી છે. વર્ષ 2022માં થયેલા ચૂંટણી દરમિયાન હેટ સ્પીચના કેસમાં અબ્બાસ અન્સારી અને ઉમર અન્સારી વિરુદ્ધ કોટવાળીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે એમપી-એમએલએ કોર્ટમાં અબ્બાસ અને ઉમર હાજર રહ્યા હતા.
મામલાને ધ્યાનમાં રાખીને, કોર્ટ પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કેસમાં પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી, CJM ડૉ. કેપી સિંહે નિર્ણય માટે 31 મેની તારીખ નક્કી કરી હતી.
કેસમાં શું છે?
અબ્બાસનો આ મામલો 2022ની વિધાનસભા ચૂંટણીનો છે. ચૂંટણી દરમિયાન મઉના પહાડપુરા વિસ્તારમાં એક જનસભા યોજાઇ હતી. આ દરમિયાન તેણે વિવાદિત ભાષણ આપ્યું હતું. આરોપ છે કે, તેણે સત્તામાં આવ્યા બાદ અધિકારીઓને હિસાબ-કિતાબ કરવાની ધમકી આપી હતી. જે હેટ સ્પીચ માનવામાં આવે છે.
આ ભાષણને લઇને મઉ કોટવાળી ખાતે સબ ઈન્સ્પેક્ટર ગંગારામ બિન્દે ફરિયાદ નોંધાવી હતી. લગભગ 3 વર્ષ ચાલતી સુનાવણી બાદ આજે આ કેસમાં નિર્ણય આવશે, જે અબ્બાસની વિધાયકીનું ભવિષ્ય નિર્ધારિત કરશે.
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. આવી જ ગુના સંબંધીત જાણકારી મેળવવા માટે અહિં ક્લિક કરો.