આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં રામનવમી પર એક મોટી દુર્ઘટનામાંથી થતાં રહી ગઈ છે. ત્યાંના વેણુગોપાલ મંદિર પરિસરમાં રામનવમી માટે બનાવેલા પંડાલમાં શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી. જોકે સમયસર ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. આગની જાણકારી મળ્યા પછી પોલીસ દળ અને ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મંદિરની આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હાલ આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.
#WATCH | Andhra Pradesh: Fire breaks out at a temple in Duva village in West Godavari district during Rama Navami celebrations. No casualties reported. pic.twitter.com/IsHdVh2Tcd
— ANI (@ANI) March 30, 2023
મંદિર પરિસરમાં લાગેલી ભીષણ આગના ઘણા વીડિયો સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છે કે આગ લાગ્યા બાદ મંદિરમાં દોડધામ થઈ ગઈ હતી. લોકો જેમ તેમ રીતે મંદિરમાંથી બહાર આવી રહ્યા છે. આગ લાગતા થોડી જ વારમાં આખુ પંડાલ બળીને રાખ થઈ ગયું હતું.
આતીશબાજી દરમિયાન એક ફટાકડો એક ટેન્ટ પર પડતાં આગ લાગી હતી. આગ ઝડપથી આખા ટેન્ટમાં ફેલાઈ ગઈ હતી. જોકે સમયસર લોકોને મંદિરમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આ દરમિયાન આગએ આખા મંદિરને લપેટમાં લીધું હતું.
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રામ નવમીના દિવસે એક અકસ્માત થયો હતો. અહીંના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની ઉપરની છત તુટી પડી હતી. જેના કારણે પગથિયાં પર ઊભેલા લોકો 50 ફૂટ ઉંડા પગથિયામાં પડી ગયા હતા. બીજી તરફ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા પ્રશાસને ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ દુર્ઘટનાને કારણે વાવમાં ફસાયેલા 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 9 લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, જો કે તેઓ પણ સુરક્ષિત છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…