AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બોમ્બ વિસ્ફોટની ઘટના, એક પોલીસકર્મી ઘાયલ

કઠુઆના SSP શિવદીપ સિંહે જણાવ્યું કે, કેટલાક ગ્રામજનો તરફથી બ્લાસ્ટના સમાચાર મળ્યા હતા. કાશ્મીર ખીણમાં સેના અને પોલીસ દળ સાથે મળીને આ આતંકવાદીઓ માટે અવરોધક બની ગયા છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Breaking News: જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બોમ્બ વિસ્ફોટની ઘટના, એક પોલીસકર્મી ઘાયલ
Jammu Kashmir Bomb Blast
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:31 PM
Share

જમ્મુ કાશ્મીરના કઠુઆના કેટલાક ગામમાં બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે, કઠુઆના SSP શિવદીપ સિંહે જણાવ્યું કે, કેટલાક ગ્રામજનો તરફથી બ્લાસ્ટના સમાચાર મળ્યા હતા, તેમને કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે, સર્ચ ઓપરેશને અને તપાસ ચાલુ છે, સવારે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકવાદી ઠાર, ટ્રકમાં છુપાઈને ઘૂસ્યા હતા જમ્મુ

અગાઉ પણ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીના નાપાક કામ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ફરી એકવાર તેમના નાપાક ઈરાદાને અંજામ આપે તે પહેલા જ ઠાર થયા છે જમ્મુના સિધ્રા વિસ્તારમાં સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 7.30 વાગે ગોળીબારનો અવાજ આવ્યો હતો.

ત્યારબાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતો. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું છે કે આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. સૈન્ય અને પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશન બાદ હવે માહિતી સામે આવી રહી છે કે ત્રણેય આતંકીઓને ઠાર થયા છે.

સંવેદનશીલ છે જમ્મુનો સિધ્રા વિસ્તાર

જે વિસ્તારમાં એન્કાઉન્ટર હાથ ધરવામાં આવ્યું હતું તે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. NIAએ અહીં ઘણી વખત દરોડા પાડ્યા છે. અહીંથી ઘણા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. સેનાએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. મળતી માહિતી મુજબ તેઓ એક ટ્રક દ્વારા અહીં પહોંચ્યા હતા. આતંકીઓ એક ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યાંથી તેઓ સુરક્ષાદળ ઉપર ફાયરિંગ કરી રહ્યા હતા.

ટ્રકમાં છુપાઈને આવ્યા હતા આતંકીઓ

કાશ્મીર ખીણમાં સેના અને પોલીસ દળ સાથે મળીને આ આતંકવાદીઓ માટે અવરોધક બની ગયા છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓ ટ્રકમાં છુપાઈને આવ્યા હતા. ત્રણેય આતંકીઓને ઘેરીને ઠાર કરવામાં આવ્યા છે. આ પહેલા 20 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

ડીજીપી વિજય કુમારે કહ્યું કે ત્રણમાંથી બે આતંકવાદીઓની ઓળખ થઈ હતી અને તેઓ કાશ્મીરમાં બિન કાશ્મીરી નાગરિકોની હત્યામાં સામેલ હતા. એક આતંકવાદીની ઓળખ લતીફ લોન તરીકે થઈ હતી. જે કથિત રીતે કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. જ્યારે અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">