પ્રયાગરાજમાં જાહેરમાં બોમ્બ ધડાકા, બીજેપી નેતાની કારમાં બોમ્બ મૂકીને આરોપી ભાગ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભાજપના નેતાના પુત્રની કાર પર જાહેરમાં બોમ્બ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે કૌશામ્બી જિલ્લામાં તહેનાત એક ઇન્સ્પેક્ટરના પુત્ર દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

પ્રયાગરાજમાં જાહેરમાં બોમ્બ ધડાકા, બીજેપી નેતાની કારમાં બોમ્બ મૂકીને આરોપી ભાગ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 12:20 PM

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ફરી એકવાર બોમ્બ ધડાકાનો મામલો સામે આવ્યો છે. આ વખતે ભાજપના જિલ્લા મંત્રી વિજય લક્ષ્મી ચંદેલના પુત્ર વિધાનના વાહન પર હુમલો થયો છે. આ અંગે ભાજપના નેતાએ ઝુંસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આરોપ છે કે આ ઘટના કૌશાંબીના એક પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા એક ઇન્સ્પેક્ટરના પુત્ર દ્વારા કરવામાં આવી છે. બીજેપી નેતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પુત્રનો આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. આ પછી આરોપી તેના ઘરે પણ આવ્યો અને માફી માંગી.

બે બાઇક પર આવેલા છ યુવકોએ કર્યો હુમલો

આ સમગ્ર મામલો થાળે પડ્યા બાદ આરોપીએ ફરી એકવાર પુત્રની હત્યાનો પ્રયાસ કર્યો છે. બીજેપી નેતા વિજય લક્ષ્મી ચંદેલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે થાનાપુર ગ્રામસભાના પ્રમુખ છે. તેમનો પુત્ર વિધાન ગુરુવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેની માસીના ઘરે ગયો હતો. રસ્તામાં વચ્ચે બે બાઇક પર આવેલા છ યુવકોએ તેના પુત્રની સફારી કારને અટકાવી હતી અને બોમ્બ ફેંક્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

ઘટના CCTV માં થઈ કેદ

તેણે જણાવ્યું કે, બદમાશોએ તેના પુત્રની કાર પર બે બોમ્બ ફેંક્યા. આ હુમલામાં તેમનો દીકરો સદનસીબે બચી ગયો હતો, પરંતુ કારને ખૂબ નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે ઘટના સમયે કારમાં તેના પુત્ર સિવાય તેના મિત્રો પણ હાજર હતા. મહત્વની વાત છે કે, આ ઘટનામાં બધા સુરક્ષિત છે અને કોઈને ઈજા પહોંચી નથી.

આ પણ વાંચો : પાકિસ્તાનની નીકળી ગઈ અકડાઈ, ભારતે નોટીસ મોકલતા જ થઈ ગયુ સીધુદોર – કહ્યું દિલ્લી કહેશે તે સાંભળીશુ

પોલીસ પુત્રે કર્યો હુમલો

મહિલા નેતાએ જણાવ્યું કે તેમના પુત્ર પર હુમલો કરનારા બદમાશોમાં કૌશામ્બી જિલ્લામાં તૈનાત ઈન્સ્પેક્ટર શિવ બચન યાદવના પુત્ર શિવમ યાદવનો સમાવેશ થાય છે. તેમના પુત્ર વિધાનને શિવમ સાથે ઝઘડો થયો હતો. તે સમયે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ બાદમાં આરોપી તેના ઘરે આવ્યો હતો અને માફી માંગી હતી અને તેના પુત્ર સાથે હાથ મિલાવ્યો હતો. તે સમયે તે લોકોએ માની લીધું હતું કે મામલો ખતમ થઈ ગયો છે, પરંતુ બદલાની આગમાં સળગતા શિવમે હવે તેના પુત્રની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ ઝુંસી પોલીસે મહિલા નેતાની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">