PM મોદી માટે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિરુદ્ધ નોંધાઈ FIR
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા લોકશાહીની ગરિમા તોડી છે અને તેઓ હંમેશા નકારાત્મક રાજકારણ રમ્યા છે. પીએમ મોદી પર કરવામાં આવેલી ટિપ્પણી એ નફરતની રાજનીતિનો એક ભાગ છે.
હાલમાં અપમાન જનક ટિપ્પણીને લઈ અનેક લોકો વિરુદ્ધ કોર્ટમાં કેસો થયા છે. આ વચ્ચે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર કરવામાં આવતી ટિપ્પણીને લઈ મોટો વિવાદ સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ ઉતરપ્રદેશના અમરોહામાં FIR દાખલ કરવામાં આવી છે.
અગાઉ કોંગ્રેસનાં રાહુલ ગાંધી વિરુદ્ધ મોદી સરનેમના વિવાદને લઈ સુરત ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની કાર્યવાહી હજી પૂર્ણ નથી થઈ તેટલામાં ફરી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસનાં એક બાદ એક નેતાઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ પણ આમાથી બાકાત નથી રહ્યા.
ખડગે વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ભાજપના એક નેતાની ફરિયાદ પર આ કેસ યુપીના અમરોહામાં નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા લોકશાહીની ગરિમા તોડી છે અને તેઓ હંમેશા નકારાત્મક રાજકારણ રમ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે પીએમ મોદી પર કરવામાં આવેલી ટિપ્પણી એ નફરતની રાજનીતિનો એક ભાગ છે.
ગુરુવારે કર્ણાટકના ગડગ જિલ્લામાં ચૂંટણી રેલી દરમિયાન વાંધાજનક ટિપ્પણી કરી હતી
ભાજપે પંચને વિનંતી કરી છે કે ખડગેને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને તેમની સામે એફઆઈઆર પણ નોંધવી જોઈએ. મહત્વનુ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કર્ણાટકના ગડગ જિલ્લામાં ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ બાબતને લઈ તેમના વિરુદ્ધ એફ આઈ આર નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : કોંગ્રેસે અત્યાર સુધીમાં 91 વખત મને અપશબ્દ કહ્યા, દરેક વખતે જનતાએ તેને સજા આપી છેઃ પીએમ મોદી
આગામી સમયમાં આ અંગે કેવા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે તે હવે નોંધાયેલી FIR ની તપાસ બાદ જ સામે આવશે. જોકે આ તમામ વચ્ચે એક બાદ એક નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કોઈએ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી તો કોઈએ ચૂટણી પ્રચાર દરમ્યાન કરેલી ટિપ્પણીને લઈ વિવાદો વકર્યા છે.
આ ટિપ્પણીના દોર વચ્ચે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસે અત્યાર સુધીમાં 91 વખત મને અપશબ્દ કહ્યા, દરેક વખતે જનતાએ તેને સજા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi in Karnataka) મિશન કર્ણાટક (કર્ણાટક ચુનાવ 2023)માં સત્તાધારી ભાજપના દાવાને વધુ ધાર આપવા માટે બિદર જિલ્લાના હુમનાબાદમાં જનસભાને સંબોધિત કરીને કર્ણાટક પ્રવાસની શરૂઆત કરી હતી. જે દરમાયન તેમણે કહ્યું કે, કોંગ્રેસે અત્યાર સુધીમાં 91 વખત મારી પર અપશબ્દોના પ્રહાર કર્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…