BJP UP Mission 2022: PM મોદી મંગળવારે ગોરખપુરની મુલાકાતે, ફર્ટીલાઈઝર પ્લાન્ટ અને એઈમ્સનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે ગોરખપુર જશે અને ત્યાં તેઓ ગોરખપુરને ખાતરની ફેક્ટરીની ભેટ આપશે અને તેની સાથે તેઓ ગોરખપુર એઈમ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

BJP UP Mission 2022: PM મોદી મંગળવારે ગોરખપુરની મુલાકાતે, ફર્ટીલાઈઝર પ્લાન્ટ અને એઈમ્સનું કરશે ઉદ્ઘાટન
Prime Minister Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022 પહેલા, ઉતર પ્રદેશમાં કલ્યાણકારી યોજનાઓના લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટના ખાતમૂહર્તના ભાગરૂપે મંગળવારે ગોરખપુરમાં (Gorakhpur) ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ખાતરની ફેક્ટરીનું (fertilizer plant) ઉદ્ઘાટન કરશે સાથોસાથ એક વિશાળ રેલીને સંબોધિત કરશે. પીએમ મોદીની આ રેલી ભાજપ માટે ઘણી મહત્વની છે. કારણ કે ભાજપ આના દ્વારા યુપીના મોટા હિસ્સામાં પોતાનો સંદેશ આપશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રેલીમાં લગભગ ચાર લાખ લોકો ભાગ લેશે અને તેના દ્વારા ભાજપ તેના વિરોધીઓને પક્ષની રાજકીય શક્તિનો અહેસાસ કરાવશે. સાથે જ પીએમ મોદી પૂર્વાંચલમાં જ્ઞાતિના સમીકરણો ઉકેલશે. મળતી માહિતી મુજબ પીએમ મોદીની રેલી માટે ઉભા કરાયેલા મંચ પર નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ અને અપના દળના વડા અનુપ્રિયા પટેલ પણ હાજર રહેશે. આ રેલીમાં સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ડો. દિનેશ શર્મા અને મેયર સીતારામ જયસ્વાલ સહિત સાંસદો, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ મંચ પર હાજર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે ગોરખપુર જશે અને ત્યાં તેઓ ખાતરની ફેક્ટરીની ભેટ આપશે અને તેની સાથે તેઓ ગોરખપુર એઈમ્સનું ઉદ્ઘાટન પણ કરશે. ગોરખપુર પહેલા પીએમ મોદી ઘણી વખત વારાણસી આવી ચુક્યા છે અને રેલીને સંબોધિત કરી ચુક્યા છે. પીએમ મોદી ફર્ટિલાઇઝર ફેક્ટરીના મેદાનમાં એક મોટી રેલીને સંબોધિત કરશે.

પીએમ મોદી અને સીએમ યોગીની સાથે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ મુખ્ય મંચ પર હશે. જેઓ પછાતજ્ઞાતિ (ઓબીસી)માં સારી પકડ ધરાવે છે. આ સાથે જ ગોરખપુર ક્ષેત્રના 10 સાંસદોને પણ પીએમ મોદી સાથે મંચ પર બેસવાની તક મળશે અને તેની સાથે રાજ્ય સરકારના 10 મંત્રીઓ પણ મંચ પર હશે.

પછાતને મદદ કરવાની વ્યૂહરચના સૂત્રોના જણાવ્યાનુસાર, પીએમ મોદીની સાથે મંચ પર પંકજ ચૌધરી ઉપરાંત ભાજપના સહયોગી નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને એમએલસી સંજય નિષાદને રાજ્યમાં મંચ પર સ્થાન મળી શકે છે. આના દ્વારા પીએમ મોદી પૂર્વાંચલને મોટો સંદેશ આપી શકે છે. રાજ્યમાં નિષાદ પાર્ટી અને બીજેપી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે અને ગોરખપુર, બસ્તી, પ્રયાગરાજ અને વારાણસી ડિવિઝનની ઘણી વિધાનસભા સીટો પર નિષાદનું વર્ચસ્વ છે. તે જ સમયે, ગોરખપુરમાં જ નવ વિધાનસભા બેઠકો છે અને આ વિધાનસભા ક્ષેત્રોમાં પાંચ લાખથી વધુ નિષાદ મતદારો છે. જેમના સુધી પહોંચવા માટે ભાજપ તમામ પ્રયાસ કરશે.

સાથી પક્ષોના નેતાઓ પણ હાજર રહેશે મળતી માહિતી મુજબ, સંજય નિષાદની સાથે કેન્દ્રીય મંત્રી અને અપના દળ (એસ)ની રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલ પીએમ મોદી સાથે મંચ પર હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે AIIMS, ફર્ટિલાઇઝર ફેક્ટરીના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે. કારણ કે ગોરખપુર-બસ્તી મંડળમાં મોટી સંખ્યામાં પટેલ મતદારો છે અને ભાજપ અને પીએમ મોદી અનુપ્રિયા પટેલ દ્વારા પટેલ વોટ બેંકને ચેનલાઈઝ કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચોઃ

Virat Kohli: વિરાટ કોહલીને 2 વર્ષ થી શતક નહી બનાવી શકવાને લઇને પૂછ્યો સવાલ તો… આપ્યો લાંબો લચક જવાબ !

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati