AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ

મલિકે આક્ષેપ કરતા કહ્યું કે બીડ જિલ્લામાં ધાર્મિક સ્થળોની લગભગ 513 એકર જમીન, જેમાં મંદિરની 300 એકર અને 213 એકર મસ્જિદોની જમીનનો સમાવેશ થાય છ. બીજેપી નેતાઓ દ્વારા જમીન અન્યોના નામે કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓને ટ્રાન્સફર પણ કરવામાં આવી છે

ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ
Nawab Malik, Cabinet Minister of Maharashtra (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:34 PM
Share

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે (Nawab Malik, Cabinet Minister of Maharashtra ) મંગળવારે આરોપ લગાવ્યો હતો કે બેનામી વ્યવહારોમાં સંડોવાયેલા ભાજપના નેતાઓએ (BJP leaders) મંદિરની જમીન હડપ કરી અને કરોડો રૂપિયાની ગેરરીતિ કરી છે. નવાબ મલિકે બીજેપી નેતા અને એમએલસી સુરેશ ધસ (Suresh Dhas) અને બીડ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય ભીમરાવ ઢોંડે (Bhimrao Dhonde) પર આરોપ લગાવ્યો છે કે તેમણે મંદિરની જમીન હડપ કરી લીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા નવાબ મલિકના પુત્ર ફરાઝ મલિકના (Faraz Malik) પાંચ સ્થળોએ સર્ચ કર્યાના એક દિવસ બાદ નવાબ મલિકે આક્ષેપ લગાવ્યો છે. આ બન્નેએ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી (Nationalized Bank) 149.89 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. બીજેપી નેતાઓ પર આરોપ લગાવતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે કહ્યું કે પાર્ટીમાં તેમના સાથી રામ ખાડેએ 9Ram Khade) આ ગેરકાયદેસર વ્યવહારો અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં ફરિયાદ નોંધાવી છે.

મંદિર-મસ્જિદની 513 એકર જમીન પચાવી પાડી મલિકે આક્ષેપ કરતા કહ્યું કે બીડ જિલ્લામાં ધાર્મિક સ્થળોની લગભગ 513 એકર જમીન, જેમાં મંદિરની 300 એકર અને 213 એકર મસ્જિદોની જમીનનો સમાવેશ થાય છ. બીજેપી નેતાઓ દ્વારા જમીન અન્યોના નામે કરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિઓને ટ્રાન્સફર પણ કરવામાં આવી છે. આરોપ છે કે આ જમીન ત્રણ મુસ્લિમ ધર્મસ્થળ અને સાત હિન્દુના ધર્મસ્થળોની છે.

આ જમીનો પચાવી પાડવાનો આક્ષેપ 213 એકર જમીનમાંથી દરગાહ ઇનામ-ચિંચપુર મસ્જિદ ઇનામ (60 એકર), રૂઇ નાલકોલ-બુહા દેવસ્થાન (103 એકર), દેવીનીમગાંવ-મસ્જિદ ઇનામ (50 એકર)નો સમાવેશ થાય છે. 300 એકર હિંદુ મંદિરોની જમીનમાં 41.32 એકર વિઠોબા દેવસ્થાન મુર્શીદપુર, 35 એકર ખંડોબા દેવસ્થાન, શ્રી રામ દેવસ્થાન (29 એકર), કોયલમાં શ્રીરામ દેવસ્થાન (15 એકર), ચિંચપુર રામચંદ્રદેવ દેવસ્થાન (65 એકર), બેલગામ ખંડોબાદ દેવસ્થાન (30 એકર). એકર) અને ખડકત વિઠોબા દેવસ્થાન (50 એકર)નો સમવાશ થાય છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે 2017 થી 2020 ના સમયગાળા દરમિયાન થયેલા આ ગેરકાયદેસર વ્યવહાર દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી.

પૂર્વ ડેપ્યુટી કલેક્ટર દ્વારા મદદ મળી? મંત્રીએ એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓએ પૂર્વ ડેપ્યુટી કલેક્ટરની મદદથી ધાર્મિક સ્થળોની જમીન ખાનગી લોકોને ટ્રાન્સફર કરી અને કરોડો રૂપિયાની હેરાફેરી કરી. મલિકે કહ્યું કે વક્ફ બોર્ડે સમગ્ર મહારાષ્ટ્રમાં 11 FIR નોંધી છે.

આ પણ વાંચોઃ ફોન ટેપિંગની વાત જવા દો, મારા બાળકોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી રહ્યાં છે’, પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર પર કર્યા પ્રહારો

આ પણ વાંચોઃ PAPER LEAK : કમલમમાં જે રીતે કાર્યકરો ઘુસ્યા એ આવકાર્ય નથી, ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં ચલાવી નહીં લેવાય : પાટીલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">