ફોન ટેપિંગની વાત જવા દો, મારા બાળકોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી રહ્યાં છે’, પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર પર કર્યા પ્રહારો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સવાલ ઉઠાવતા કહ્યું કે તેમણે 5 વર્ષ સુધી મહિલાઓ માટે આવી જાહેરાતો કેમ ના કરી ? તેમણે કહ્યું કે આજે ચૂંટણી આવી છે તો આવી જાહેરાતો શા માટે કરવામાં આવી રહી છે ?

ફોન ટેપિંગની વાત જવા દો, મારા બાળકોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી રહ્યાં છે', પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર પર કર્યા પ્રહારો
Congress General Secretary Priyanka Gandhi Vadra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 5:09 PM

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra) મંગળવારે લખનૌમાં ફોન ટેપિંગ (Phone tapping) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) અને IT દરોડા માટે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે ફોન ટેપીંગની વાત તો છોડી દો, તેઓ (કેન્દ્ર) મારા બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 9Instagram account) પણ હેક કરી રહ્યા છે. શું તેમની પાસે બીજું કોઈ કામ નથી ? પત્રકારોએ તેમને ફોન ટેપિંગ મુદ્દે સવાલ કર્યા હતા, જેનો પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો હતો.

મોદી મહિલાઓ સામે ઝૂક્યા, હું ખૂબ ખુશ છુંઃ પ્રિયંકા પ્રિયંકાએ કહ્યું, ‘મેં ઉત્તર પ્રદેશની મહિલાઓને કહ્યું કે તમારી શક્તિ ઓળખો. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમજી ગયા છે કે મહિલાઓ ઉભી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ સવાલ ઉઠાવતા કહ્યું કે તેમણે 5 વર્ષ સુધી મહિલાઓ માટે આવી જાહેરાતો કેમ ના કરી ? તેમણે કહ્યું કે આજે ચૂંટણી આવી છે તો આવી જાહેરાતો શા માટે કરવામાં આવી રહી છે ? પ્રિયંકાએ કહ્યું કે આજે હું ખૂબ જ ખુશ છું કે નરેન્દ્ર મોદીને દેશની મહિલાઓ સામે ઝુકવું પડ્યું.

અખિલેશ યાદવે પણ ફોન ટેપિંગનો લગાવ્યો હતો આરોપ આ પહેલા રવિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 9Yogi Adityanath) પર તેમના અને સમાજવાદી પાર્ટીના કાર્યકરોના ફોન ટેપ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. યાદવે યોગીને નકામા મુખ્યમંત્રી અને ભાજપ સરકારને નકામી સરકાર ગણાવતા મોટા આક્ષેપો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું હતું કે, ‘અમે દરેકના ફોન સાંભળીએ છીએ અને નકામા મુખ્યમંત્રી પોતે સાંજે કેટલાક લોકોના રેકોર્ડિંગ સાંભળે છે.’ તેમણે પત્રકારોને કહ્યું, ‘તમે લોકો પણ સાવચેત રહેજો તમે અમારી સાથે ફોન પર વાત કરો છો, તો ચોક્કસ સાવચેત રહો. તમારા ફોન પણ ટેપ કરીને સાંભળવામાં આવતા હશે.’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચોઃ

UP Assembly Election: અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કાકા સાથે આવતા જ તપાસ શરૂ થઈ છે પરંતુ અમે નથી ડરવાના

આ પણ વાંચોઃ

UP Election 2022: યુપીમાં મહિલાઓને PM મોદીની ભેટ, મહિલા સ્વ સહાય જૂથને ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, કહ્યું- માતૃશક્તિ જૂનો સમય પાછો નહીં આવવા દે

g clip-path="url(#clip0_868_265)">