Shrikant Tyagi: મહિલા સાથે ગેરવર્તુણક કરનાર ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની નોઈડા પોલીસે કરી ધકપકડ, 3 સાગરીતોની પણ ધરપકડ

નોઈડાના ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીની પોલીસે મેરઠથી ધરપકડ કરી છે. નોઈડા પોલીસ અને STFની ટીમ અનેક શહેરોમાં દરોડા પાડી રહી હતી. પોલીસે ત્યાગી પર 25,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

Shrikant Tyagi: મહિલા સાથે ગેરવર્તુણક કરનાર ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની નોઈડા પોલીસે કરી ધકપકડ, 3 સાગરીતોની પણ ધરપકડ
shrikant tyagiImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 12:52 PM

નોઈડા(Noida)ના ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીની પોલીસે મેરઠથી ધરપકડ કરી છે. નોઈડા પોલીસ અને STFની ટીમ અનેક શહેરોમાં દરોડા પાડી રહી હતી. પોલીસે ત્યાગી પર 25,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. શ્રીકાંત ત્યાગી વિવાદોનો લાંબો ઈતિહાસ ધરાવે છે. શ્રીકાંત ત્યાગીનું આખું ગુનેગાર બ્લેક બોક્સ TV9 ભારતવર્ષ દ્વારા પકડવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી (Grand Omax Society) કેસ સિવાય શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ 6 વધુ કેસ નોંધાયેલા છે.

હકીકતમાં, શ્રીકાંત ત્યાગી નોઈડા સેક્ટર-93ની ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તન કર્યા બાદથી ફરાર હતો. ત્યારે પોલીસ આ કેસમાં ધરપકડ માટે સતત તપાસ અને પૂછપરછ કરી રહી હતી. રાજ્યમાં આ મામલો ગરમાયો છે અને વિપક્ષી પાર્ટીઓ આ મામલે સરકાર પર નિશાન સાધી રહી છે. આ મામલે સીએમ યોગીએ રાજ્યના ગૃહ વિભાગ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો.

સીએમ યોગીએ ગૃહ વિભાગને શ્રીકાંત ત્યાગી સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. ત્યારે નોઇડામાં શ્રીકાંત ત્યાગીની દુકાનો પર નોઇડા ઓથોરિટીનું બુલડોઝર પણ ચાલી શકે છે. હાલમાં ચાર દિવસ બાદ આખરે નોઈડા પોલીસને શ્રીકાંત ત્યાગીની મેરઠમાંથી ધરપકડ કરવામાં સફળતા મળી છે.

શ્રીકાંત ત્યાગી પર 25 હજારનું ઈનામ હતું

નોંધનીય છે કે રાજ્યના ગૃહ વિભાગે આ મામલે કાર્યવાહી કરી હતી અને બેદરકારીના આરોપસર એસએચઓ, સબ ઇન્સ્પેક્ટર સહિત ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા. સાથે જ પોલીસે શ્રીકાંત ત્યાગી પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

પોલીસ રક્ષણ કયા આધારે અપાયું?

ત્યારે સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર પ્રકરણમાં ગૃહ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને પૂછ્યું છે કે શ્રીકાંત ત્યાગીને કયા આધારે પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. તેમણે તેમને સુરક્ષા પ્રદાન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવા પણ કહ્યું હતું. તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ બાદ ત્યાગીને બંદૂક આપનાર અધિકારીઓને પણ દોષી ઠેરવી શકાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">