રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સક્રિય, માઉન્ટ આબુમાં કેન્દ્રીય અને પ્રદેશના નેતાઓ કરશે મંથન, ગેહલોત સરકાર સામે ઘડાશે માસ્ટર પ્લાન

રાજસ્થાનમાં (Rajasthan) વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ રાજ્ય લેવલે સૌથી મોટો તાલીમ કેમ્પ કરશે. 10થી 12 જૂલાઈ દરમિયાન માઉન્ટ આબુમાં યોજનારા આ કેમ્પમાં ભાજપના ટોચના નેતાઓ કાર્યકર્તાઓને તાલીમ આપશે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સક્રિય, માઉન્ટ આબુમાં કેન્દ્રીય અને પ્રદેશના નેતાઓ કરશે મંથન, ગેહલોત સરકાર સામે ઘડાશે માસ્ટર પ્લાન
10 જૂલાઈએ આબુમાં ભાજપનો તાલીમ કેમ્પ
Follow Us:
Mina Pandya
| Edited By: | Updated on: Jul 09, 2022 | 6:28 PM

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને આડે લગભગ એક વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ ભાજપે (BJP) અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ સિલસિલામાં ભાજપના નેતાઓનો રાજ્ય લેવલે સૌથી મોટો ટ્રેનિંગ કેમ્પ (BJP Traning Camp) સિરોહીના માઉન્ટ આબુમાં થવા જઈ રહ્યો છે. 10થી 12 જૂલાઈ સુધી ચાલનારા આ કેમ્પમાં પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી અને નેતાઓ ચૂંટણીની રણનીતિ પર કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપશે. જેમાં ભાજપ (BJP)ની આગામી રણનીતિ અને આંદોલનને લઈને પણ એક રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અત્યારથી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ત્યારબાદ એવુ મનાઈ રહ્યું છે કે હાઈકમાન્ડ તરફથી પીએમ મોદીના ચહેરા પર જ રાજસ્થાનની ચૂંટણી લડવામાં આવશે. હવે ભાજપ માઉન્ટ આબુ (Mount Abu)માં થનારા મહામંથનમાં બુથ લેવલે માઈક્રો મેનેજમેન્ટ સાથે મોદી સરકારની યોજનાઓ અને સરકારની યોજનાઓ અને ઉપલબ્ધીઓને જનતા સુધી પહોંચાડવા અને લાભાર્થીઓને ખેંચવા સહિતના હિસાબથી પ્રોગ્રામ ડિઝાઈન કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે કેમ્પમાં પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયા, પૂર્વ સીએમ વસુંધરા રાજે, ઉપનેતા રાજેન્દ્ર રાઠૌડ સહિત કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને કૈલાશ ચૌધરી સામેલ થશે. આ ઉપરાંત કેમ્પમાં રાષ્ટ્રીય સંગઠનના મહાસચિવ બી.એલ. સંતોષ, ઓર્ગેનાઈઝર વી.સતીશ, પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ પણ હાજર રહેશે. અહીં તાલીમ લીધા બાદ તમામ જિલ્લા પ્રભારી પોતપોચાના જિલ્લા ક્ષેત્રોમાં કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપશે.

બૂથ સ્તરે વોટ્સએપ ગૃપ અને ત્રિરંગા અભિયાન

હાલમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં તમામને બે ટાસ્ક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજસ્થાનમાં 52 હજાર બુથ પર ભાજપ વોટ્સએપ ગૃપ બનાવવામાં લાગી ગઈ છે. જ્યાં દરેક બૂથ પર 200 એક્ટિવ કાર્યકર્તાઓને લગાવવામાં આવશે. તેમનું પ્રદેશ લેવલના નેતાઓ મોનિટરિંગ કરશે તો આઝાદીની 75મી વર્ષગાંઠ પર હર ઘર ત્રિરંગા અભિયાન પણ ભાજપ રાજ્યભરમાં ચલાવશે. આ ઉપરાંત બૂથ મેનેજમેન્ટ અને મજબૂતી માટે પ્રદેશાધ્યક્ષ અને સંગઠન મંત્રી દરેક સપ્તાહે એક રિવ્યુ બેઠક કરશે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આ તરફ તમામ સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ પદાધિકારી પોતપોતાના વિસ્તારોની મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ અલગ અલગ વિભાગો અને જિલ્લામાં બેઠકોનું આયોજન કરી રહી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય કાર્યસમિતિ અને કોર કમિટીએ લગભગ 15 બેઠકો કરી છે જે કોટા, સવાઈ માધોપુર, જોધપુર, અજમેર અને ભરતપુરમાં થઈ છે.

તે જ સમયે, તમામ સાંસદો, ધારાસભ્યો, રાજ્યના અધિકારીઓ તેમના વિસ્તારોની મુલાકાત લેશે. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપ દ્વારા પણ વિવિધ વિભાગો અને જિલ્લામાં સભાઓ યોજવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય કાર્ય સમિતિ અને કોર કમિટીએ લગભગ 15 બેઠકો યોજી છે જે કોટા, સવાઈ માધોપુર, શ્રી ગંગાનગર, જોધપુર, અજમેર, ભરતપુરમાં યોજાઈ છે.

ગેહલોત સરકાર સામે રસ્તા પર ઉતરશે ભાજપ

આ ઉપરાંત ભાજપ રાજ્યમાં બહુ જલ્દી મોટા આંદોલનોની શરૂઆત કરવા જઈ રહી છે.. મીડિયા રિપોર્ટ્સ મુજબ હિંદુઓ પર હુમલાઓની ઘટના, કથળતી કાયદો વ્યવસ્થા, ખેડૂતોની ઋણમાફી અને બેરોજગારી સહિતના મુદ્દાઓ પર ભાજપ જનતા વચ્ચે માહોલ તૈયાર કરશે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત રાજ્યના અનેક મોટા નેતાઓ રાજસ્થાનને લઈને એક્ટિવ થઈ ગયા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ કેટલાક દિવસોથી 3 વાર રાજસ્થાનની મુલાકાત કરી ચુક્યા છે. નડ્ડાએ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક કરી હતી, જેમાં ભાજપ ST મોરચા સંમેલન અને ભાજપ કોર ટીમની બેઠકને સંબોધિત કરી હતી.

આ તરફ ભાજપ પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સતત રાજસ્થાનમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે. પૂનિયા છેલ્લા કેટલાક દિવસોમાં 33 જિલ્લાઓની મુલાકાત લઈ ચુક્યા છે. આ ઉપરાંત હાલમાં ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ વસુંધરા રાજે અને સતીશ પૂનિયા બંનેએ તેમના ઘરે જઈ સાંત્વના પાઠવી હતી.

g clip-path="url(#clip0_868_265)">