સાવરકર તો શું તે ગાંધી પણ નથી.. રાહુલના નિવેદન પર ભાજપ ભડકી, સંસદની બહાર કર્યુ પ્રદર્શન

કોંગ્રેસના સાથી પક્ષો પણ રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ છે. તે જ સમયે, ભાજપ હવે આ મામલાને લઈને ઉગ્ર વિરોધ કરી રહ્યું છે અને રાહુલ ગાંધી પર ઉગ્ર નિશાન સાધ્યું છે. આ દરમિયાન બીજેપી સાંસદ પૂનમ મહાજને તેમની આકરી ટીકા કરી અને તેમના પર દેશને ગંદકી તરફ લઈ જવાનો આરોપ લગાવ્યો.

સાવરકર તો શું તે ગાંધી પણ નથી.. રાહુલના નિવેદન પર ભાજપ ભડકી, સંસદની બહાર કર્યુ પ્રદર્શન
BJP agitated over Rahul statement
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:12 PM

વીર સાવરકરને લઈને રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. ભાજપથી લઈને કોંગ્રેસના સાથી પક્ષો આ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન ભાજપે રાહુલ ગાંધીના નિવેદનનો જોરદાર વિરોધ કર્યો છે. આ માટે સંસદની બહાર ઉભા રહીને સોમવારે મહારાષ્ટ્રના બીજેપી સાંસદોએ પ્રદર્શન કર્યું અને રાહુલ ગાંધી પર ઉગ્ર નિશાન સાધ્યું છે. આ દરમિયાન બીજેપી સાંસદ પૂનમ મહાજને તેમની આકરી ટીકા કરી અને તેમના પર દેશને ગંદકી તરફ લઈ જવાનો આરોપ લગાવ્યો છે.

BJP કેમ ફરી ભડકી ?

વાસ્તવમાં આ સમગ્ર હંગામો રાહુલ ગાંધીના 25મી માર્ચે પ્રેસ કોન્ફરન્સમાં આપેલા નિવેદનથી થયો છે. આ દરમિયાન તેમણે સાવરકરનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારું નામ સાવરકર નથી, રાહુલ ગાંધી અને ગાંધી કોઈની માફી નથી માગતા. બીજી તરફ પૂનમ મહાજને તેમના નિવેદનની ટીકા કરી હતી કે તેઓ સાવરકર પણ ન બની શકે. તે ગાંધી પણ નથી. જેઓ અરાજકતાની ગંદકી ફેલાવી રહ્યા છે તેઓ રાહુલ ગાંધી નથી, રાહુલ એ ગંદકી છે જે દેશને ગંદકી તરફ લઈ જઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે પર સાંધ્યુ નિશાન

આ જ સમયે, ભાજપના ધારાસભ્ય રામ કદમે પણ રાહુલ ગાંધી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને બાળ ઠાકરે દ્વારા મણિશંકર ઐયરની તસવીરને ચપ્પલ વડે મારવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે જ્યારે મણિશંકર અય્યરે વીર સાવરકરનું અપમાન કર્યું હતું ત્યારે દિવંગત બાલ ઠાકરેએ ચપ્પલ વડે તેમની તસવીરને મારી હતી. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેને આટલા દિવસો સુધી યાદ ન હતું કે રાહુલ ગાંધી સતત વીર સાવરકરનું અપમાન કરી રહ્યા છે અને આજે તેઓ કહી રહ્યા છે કે તેમનું અપમાન ન કરો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધી વાયનાડ પરથી પેટાચૂંટણી લડશે? રાહુલ ગાંધી અદાણી કેસ મામલે ધ્યાન કેન્દ્રિત કરશે?

મોદી સમનેમ પર નિવેદનથી રાહુલને મળી સજા

તમને જણાવી દઈએ કે, મોદી સરનેમને લઈને તેમના જૂના નિવેદનને લઈને આ સમગ્ર હંગામો શરૂ થયો છે. તેના નિવેદન બદલ સુરત કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી છે. સાથે જ તેમનું લોકસભાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે. ભાજપ આ મામલે તેમની પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહી છે. આના જવાબમાં તેમણે સાવરકર વિશે નિવેદન આપ્યું હતું. જો કે ભાજપ હજુ પણ રાહુલ ગાંધીને માફી માંગવાનું કહી રહ્યું છે.

શું હતું મોદી સરનેમ સાથેનું નિવેદન?

નીરવ મોદી, લલિત મોદી જેવા લોકોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમામ ચોરોના નામ સાથે મોદી સરનેમ કેવી રીતે જોડાયેલ છે. તેમણે આ નિવેદન 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન આપ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">