સાવરકર અમારા આદર્શ, તેમનુ અપમાન સહન નહી કરીએ, Rahul Gandhiના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

માલેગાંવમાં એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સાવરકર અમારા આદર્શ છે અને અમે તેમનું અપમાન સહન કરી શકીએ નહીં. રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

સાવરકર અમારા આદર્શ, તેમનુ અપમાન સહન નહી કરીએ, Rahul Gandhiના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:50 AM

‘હું માફી નહીં માંગુ, હું સાવરકર નથી, ગાંધી છુ.’ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના આ નિવેદન પર શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમે સાવરકરને અમારા આદર્શ માનીએ છીએ. તેમનું બલિદાન પ્રતીક છે, તેથી અમે તેમનો અનાદર સહન નહીં કરીએ. રાહુલને સલાહ આપતાં ઠાકરેએ કહ્યું કે તેઓ સાવરકરનું અપમાન કરવાથી દૂર રહે.

માલેગાંવ, નાસિકમાં એક રેલીને સંબોધતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હા વિકાસ આઘાડી (MVA) ગઠબંધન લોકશાહીને બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું, તેથી એક થઈને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. MVA ગઠબંધનમાં શિવસેના (UBT), કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

રાહુલ ગાંધીને ઉશ્કેરવામાં આવી રહ્યા છે – ઉદ્ધવ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીને સાવરકર વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વીડી સાવરકરે 14 વર્ષ સુધી આંદામાન અને નિકોબાર જેલમાં યાતનાઓ ભોગવી હતી. તેને કાળા પાણીની સજા કરવામાં આવી હતી. તેમનું બલિદાન દેશ માટે પ્રતીક છે. ઠાકરેએ કહ્યું કે જો આજનો આ સમય વેડફાશે તો લોકશાહીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જો આમ થશે તો 2024ની લોકસભા ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે.

ભાજપ લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે – ઉદ્ધવ

ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જેમને દેશની આઝાદી સાથે કોઈ લેવાદેવા નથી તેઓ લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સરકારને સાચો સવાલ પૂછ્યો છે કે અદાણીની કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે? પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યું હતું. આ યાત્રામાં ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ ભાગ લીધો હતો.

લોકસભાના સભ્યપદેથી સસ્પેન્ડ થયાના એક દિવસ પછી રાહુલ ગાંધીએ ભાજપના આરોપો પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું અને ગાંધી કોઈની માફી માંગતા નથી.

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">