Cyclone Biparjoy : ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. જેમાં વાવાઝોડું 4 કિ.મી.ની ઝડપે ઉત્તર તરફ આગળ વધી ચક્રવાતમાં ફેરવાયું છે. જેના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ વાવાઝોડાને કારણે ચોમાસાના પ્રવેશ પર અસર પડી શકે છે.
Cyclone Biparjoy : ગુજરાત(Gujarat) પર બિપરજોય(Biparjoy) વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. જેમાં વાવાઝોડું 4 કિ.મી.ની ઝડપે ઉત્તર તરફ આગળ વધી ચક્રવાતમાં ફેરવાયું છે. જેના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ વાવાઝોડાને કારણે ચોમાસાના પ્રવેશ પર અસર પડી શકે છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો- ડ્રીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.. જામનગરના બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિકકા, દેવભુમિ દ્રારકા જીલ્લાના ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર , પોરબંદર જીલ્લાના પોરબંદર નવીબંદર સહીતના બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને દરીયો ના ખેડવા સુચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10 મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે.
પરંતુ આ વખત વરસાદની આગાહી થતા હાલથી દરીયામાં જવા પર પ્રતિબંધ મુકાયો છે. દરીયા કાંઠા વિસ્તારને પણ એલર્ટ કરાયા છે.. બંદર પર વરસાદ ભારે વરસાદ કે વાવાઝોડાની આગાહી મુજબ એક થી અગિયાર નંબર સિગ્નલો લાગતા હોય છે. જેમાં રાત અને દિવસ મુજબ અલગ-અલગ સિગ્નલ હોય છે. રાત્રીના લાઈટીંગ મુજબ હોય છે. દિવસ દરમિયાન નિશાન પર લગાવામાં આવતા હોય છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી
જ્યારે કે 8 જૂનના રોજ તે અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.ગુજરાતના પોરબંદર અને જાફરાબાદ સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.તો સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ઉત્તર પશ્ચિમ તરફ ડિપ્રેશન બનીને વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં જોવા મળી શકે છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું અલર્ટ અપાયું છે.
તો બીજી તરફ સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને પોરબંદરના પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો