Breaking News : બિહારનો સૌથી મોટો નિર્માણાધીન પુલ ધરાશાયી, અનેક લોકો ઘાયલ

બિહારનો સૌથી મોટો નિર્માણાધીન પુલ ધરાશાયી થયો. આ અકસ્માત બિહારના સુપૌલમાં થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ ખસેેડવાની કામગીરીમાં લાગી છે.

Breaking News : બિહારનો સૌથી મોટો નિર્માણાધીન પુલ ધરાશાયી, અનેક લોકો ઘાયલ
Bihar bridge collapsed
Follow Us:
| Updated on: Mar 22, 2024 | 9:37 AM

બિહારનો સૌથી મોટો નિર્માણાધીન પુલ ધરાશાયી થયો. આ અકસ્માત બિહારના સુપૌલમાં થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ ખસેેડવાની કામગીરીમાં લાગી છે. સુપૌલમાં બની રહેલા બકૌર બ્રિજનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો, જેના પછી અરાજકતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, પૂલના પિલર નંબર 50,51,52નું ગાર્ટર પડી ગયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ પુલ 1200 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો હતો. શુક્રવારે સવારે 7 વાગ્યાની આસપાસ બનેલા આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ગર્ડર તૂટી પડતાં ત્યાં હાજર બ્રિજ બનાવતી કંપનીના લોકો ત્યાંથી ભાગી ગયા હતા. આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ ટ્રાન્સ રેલ કંપની પાસે છે.

ભારત માલા પ્રોજેક્ટ હેઠળ બની રહેલા આ પુલની લંબાઈ 10.5 કિલોમીટર છે. સાથે જ એપ્રોચ રોડનો સમાવેશ કરવામાં આવે તો તેની લંબાઈ 13 કિલોમીટરથી વધુ થઈ જાય છે. સુપૌલ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કોસી નદી પર બની રહેલા પુલનો એક ભાગ નદી વિસ્તારમાં પડી ગયો હતો. જો કે તે જ્યાં પડી ત્યાં નીચે પાણી ન હતું. આ બ્રિજને દેશનો સૌથી મોટો બ્રિજ ગણાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજને પૂર્ણ કરવાની અંતિમ તારીખ 2023 હતી, જો કે, કોરોના અને પૂરને કારણે, નિર્માણ કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી. તેનું નિર્માણ બે કંપનીઓ (ગેમન ઈન્ડિયા અને ટ્રાન્સ રેલ લાઈટિંગ પ્રાઈવેટ લિમિટેડ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ પહેલા ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">