Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બહરાઈચમાં રામ ગોપાલની હત્યાને લઈને મોટો ખુલાસો, 35 ગોળી માર્યા પહેલા નખ ખેંચ્યા, વીજ કરંટ આપ્યો હતો

બહરાઈચમાં હત્યા કરાયેલ રામ ગોપાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આ અહેવાલ મુજબ, રામ ગોપાલની હત્યા ખૂબ જ નિર્દયી રીતે કરવામાં આવી હતી. રામ ગોપાલને 35 ગોળી મારતા પહેલા ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. ગોળી મારતા પૂર્વે આંગળીઓના નખ ખેંચવામાં આવ્યા હતા. તેને ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યો અને પછી 35 ગોળી મારીને ચારણી કરી દેવામાં આવ્યો હતો.

બહરાઈચમાં રામ ગોપાલની હત્યાને લઈને મોટો ખુલાસો, 35 ગોળી માર્યા પહેલા નખ ખેંચ્યા, વીજ કરંટ આપ્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2024 | 2:11 PM

બહરાઈચ હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાને દર્દનાક મોત આપવામાં આવ્યું હતું. ગોળી મારતા પહેલા તેને નરકની યાતનાઓ આપવામાં આવી હતી. આરોપીએ રામ ગોપાલની આંગળીના નખ ખેંચ્યા હતા. આટલું જ નહીં, તેને ઘણી વખત ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો હતો. જેના કારણે તેને બ્રેઈન હેમરેજ થયું અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

આમ છતાં પણ જ્યારે આરોપીઓ સંતુષ્ટ ના થયા તો તેને 35 ગોળી મારી દીધી હતી. રામ ગોપાલ મિશ્રાના મૃતદેહના પોસ્ટ મોર્ટમમાં આ વાતનો ખુલાસો થયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના તારણો સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બહરાઈચમાં મૂર્તિ વિસર્જન દરમિયાન આરોપીઓએ રામ ગોપાલનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી. મૃતદેહ મળ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. એવું સામે આવ્યું છે કે આરોપીએ રામ ગોપાલને ગોળી મારતા પહેલા તેને એટલો બધો ટોર્ચર કર્યો કે તેનું મોત થઈ ગયું. આ રિપોર્ટ અનુસાર, આરોપીએ તેના મોત બાદ તેને ગોળી મારી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં રામ ગોપાલના મૃત્યુનું કારણ ઇલેક્ટ્રિક કરંટ અને બ્રેઈન હેમરેજ હોવાનું જણાવવામાં આવ્યું છે.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

ઇલેક્ટ્રિક કરંટ અને નખ ખેંચવાથી બ્રેઈન હેમરેજ થયું

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રામ ગોપાલના શરીર પર 35 ગોળીઓના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે હત્યા પહેલા રામ ગોપાલને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યો હતો.

તેને ઈલેક્ટ્રીક શોક આપવા અને આંગણીમાંથી નખ ખેંચવા ઉપરાંત તેના શરીર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. રામ ગોપાલના માથા અને શરીરના અન્ય ભાગો પર ઘણી જગ્યાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાના નિશાન પણ જોવા મળ્યા હતા.

મૂર્તિ વિસર્જન દરમિયાન બનેલી ઘટના

ફોરેન્સિક ડોકટરોના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રીક શોક અને ઘાવમાંથી વધુ પડતું લોહી વહેવાને કારણે રામ ગોપાલને બ્રેઈન હેમરેજ થયું અને તેના કારણે તેનું મૃત્યુ થયું. બહરાઈચ પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, મૂર્તિના વિસર્જન દરમિયાન રામ ગોપાલ એક ઈમારત પર ચઢ્યા હતા, જ્યા લહેરાતો લીલો ઝંડો હટાવીને તેને ફેંકી દીધો હતો અને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ પછી આરોપીઓએ ભીડમાંથી રામ ગોપાલનું અપહરણ કરીને આ નિર્મમ હત્યા કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">