દેશમાંથી વિદેશ અભ્યાસ કરવા જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અનેક વાર નકલી દસ્તાવેજ બનાવતા એજન્ટનો શિકાર પણ બનતા હોય છે. આવો જે એક કિસ્સો હાલમાં કેનેડા અભ્યાસ કરવા ગયેલા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સાથે બન્યો હોવાનું સામે આવી છે. જેમાં અભ્યાસ માટે કેનેડા પહોંચેલા આ વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી(CBSA)તરફથી દેશનિકાલ પત્રો મળ્યા હતા. જેમાં કેનેડાના સત્તાવાળાઓને શૈક્ષણિક સંસ્થાઓએ આપેલા તેમના એડમિશન લેટર્સ બનાવટી હોવાનું જણાવ્યું છે.
જેમાં મીડિયા અહેવાલો અનુસાર, આ 700 વિદ્યાર્થીઓએ જાલંધરમાં બ્રિજેશ મિશ્રા નામના વ્યકિત દ્વારા ચલાવવામાં આવતી એજ્યુકેશન માઇગ્રેશન સર્વિસીસ દ્વારા અભ્યાસ વિઝા માટે અરજી કરી હતી. જેમણે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ હમ્બર કોલેજમાં પ્રવેશ ફી સહિત તમામ ખર્ચ માટે વિદ્યાર્થી દીઠ એર ટિકિટ અને સિક્યોરિટી ડિપોઝિટ સિવાય રૂપિયા 16 લાખથી વધુ વસૂલ્યા હતા.
આ વિદ્યાર્થીઓ 2018-19માં અભ્યાસના આધારે કેનેડા ગયા હતા. આ છેતરપિંડીનો કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ વિદ્યાર્થીઓએ કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી(PR)માટે અરજી કરી હતી. જેની માટે ‘એડમિશન ઑફર લેટર્સ’ ચકાસણી હેઠળ આવ્યા હતા, એટલે કે CBSA એ દસ્તાવેજોની તપાસ કરી હતી જેના આધારે વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું. એડમિશન ઑફર લેટર્સ નકલી છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, વર્ક પરમિટ મેળવી છે અને કામનો અનુભવ પણ મેળવ્યો છે. જ્યારે તેઓએ PR માટે અરજી કરી ત્યારે જ તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પ્રકારના એજ્યુકેશન ફ્રોડનો કિસ્સો કેનેડામાં પ્રથમ વખત સામે આવ્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આટલી મોટી છેતરપિંડી કેનેડામાં મોટી સંખ્યામાં અરજદારોને કારણે થઈ હતી.
તેમજ માહિતી મુજબ જાલંધર સ્થિત એક કન્સલ્ટન્ટ જે છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓને કેનેડા મોકલે છે. આવી છેતરપિંડીઓમાં ઘણા પરિબળો સામેલ છે – કોલેજોના બનાવટી ઑફર લેટર મેળવવાથી લઈને વિદ્યાર્થીઓને વિઝા મેળવવા માટે નકલી ફી ચૂકવવાની રસીદો પૂરી પાડવા સુધી. કારણ કે કોલેજોમાં ફી જમા કરાવ્યા પછી જ વીઝા આપવામાં આવે છે.
આ કિસ્સામાં મોટાભાગના વિદ્યાર્થીઓને એવી કોલેજોના ઑફર લેટર્સ આપવામાં આવ્યા હતા જ્યાં તેઓ કેનેડામાં ઉતર્યા પછી અભ્યાસ કરતા ન હતા. તેઓને કાં તો અન્ય કોલેજોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અથવા પછીના સેમેસ્ટરની રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, એટલે કે, વિઝા માટે અરજી કરતી વખતે દસ્તાવેજોમાં દર્શાવવામાં આવેલા સેમેસ્ટરમાં નથી.
આ પણ વાંચો : CAA વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જાણો એરિક ગારસેટ્ટીને, અમેરિકાએ ભારતમાં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા