Bharat Drone Mahotsav 2022 : આજથી શરૂ થશે દેશનો સૌથી મોટો ડ્રોન મહોત્સવ, PM Modi કરશે ઉદ્ધાટન

Bharat Drone Mahotsav 2022 : આજથી શરૂ થશે દેશનો સૌથી મોટો ડ્રોન મહોત્સવ, PM Modi કરશે ઉદ્ધાટન
8 years of Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi )આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાન(Pragati Medan) ખાતે દેશના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ (Drone Festival) 2022નું ઉદ્ઘાટન કરશે. તેઓ ડ્રોનના વિવિધ ઓપરેશનને નિહાળશે તેમજ અને ડ્રોન એક્ઝિબિશન સેન્ટરમાં સ્ટાર્ટઅપ્સ કરનારા સાથે સંવાદ પણ કરશે.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

May 27, 2022 | 7:14 AM

વડાપ્રધાન (PM Modi) નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં દેશના સૌથી મોટા ‘ડ્રોન ફેસ્ટિવલ’નું (drone Festival) ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન વડાપ્રધાન ડ્રોન ઓપરેશનને પણ નિહાળશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન મોદી દેશના સૌથી મોટા ડ્રોન ઉત્સવ ઇન્ડિયા ડ્રોન મહોત્સવ 2022 (Bharat Drone Mahotsav 2022) નું 27 મેના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાન ખેડૂત ડ્રોન ડ્રાઇવરો સાથે પણ વાર્તાલાપ કરશે, તેમજ ડ્રોન એક્ઝિબિશન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે.

બે દિવસ સુધી ચાલશે Drone Mahotsav

drone mahotsav કાર્યક્રમ બે દિવસ સુધી ચાલશે. સરકારી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટઅપ્સના 1,600 થી વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થશે. એક નિવેદન અનુસાર, પ્રદર્શનમાં 70 થી વધુ પ્રદર્શકો ડ્રોનના વિવિધ ઉપયોગ અંગે માહિતી આપશે. આ ફેસ્ટિવલમાં ડ્રોન પાયલટ પ્રમાણપત્રોનું ડિજીટલ વિતરણ કરવામાં આવશે, વિવિધ ઉત્પાદનોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે તેમજ પેનલ ચર્ચાઓ યોજવામાં આવશે અને ડ્રોનની કામગીરી બતાવવામાં આવશે. સાથે જ મેડ ઇન ઇન્ડિયા ડ્રોન ટેક્સીની પ્રતિકૃતિ બતાવવામાં આવશે, નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

પીએમએ ટ્વીટ કરીને માહિતી આપી

પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમ વિશે ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે ‘હું 27 મેના રોજ સવારે 10 વાગ્યે ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022માં ભાગ લઈશ. આ પ્લેટફોર્મ આ ક્ષેત્રમાં ભારતની હાજરી વધારવાના ઉદ્દેશ્ય સાથે સ્ટાર્ટઅપ્સ સહિતના મુખ્ય હિતધારકોને એકસાથે લાવે છે. હું ટેક અને ઈનોવેશનમાં રસ ધરાવતા દરેકને કાર્યક્રમ જોવા આગ્રહ કરું છું.

ડ્રોન પાઇલટ્સને તાલીમ આપવા 23 સંસ્થાઓને માન્યતા મળી

તાજેતરમાં, ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં, ઉડ્ડયન નિયમનકાર DGCA એ ડ્રોન પાઇલટ્સને તાલીમ આપવા માટે 23 સંસ્થાઓને માન્યતા આપી છે. તેમણે એ પણ માહિતી આપી કે ‘ડ્રોન પાયલોટ ટ્રેનિંગ કોર્સ’ની ફી આગામી ત્રણ-ચાર મહિનામાં ઘટાડવામાં આવશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ કોર્સ ઓફર કરતી સંસ્થાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે, જેના કારણે ટ્રેનિંગ ફીમાં ઘટાડો થશે. નોંધનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત દરમિયાન એક ખેડૂતે ‘ડ્રોન પાયલોટ ટ્રેનિંગ કોર્સ’ માટે ‘ઉંચી ફી’નો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે સિંધિયાએ કહ્યું કે દેશને ચોક્કસપણે વધુ ડ્રોન પાઇલટ્સની જરૂર છે અને તેથી જ તેમની પ્રમાણપત્ર પ્રક્રિયા સંપૂર્ણપણે વિકેન્દ્રિત થઈ ગઈ છે. “હવે માત્ર DGCA ડ્રોન શાળાઓને પ્રમાણિત કરશે, અને સંબંધિત ડ્રોન શાળાઓ પાઇલટ્સને પ્રમાણપત્ર આપશે,”

ઉત્તર પ્રદેશમાં ડ્રોન એક્સેલન્સ સેન્ટર માટે કરાર

તમને જણાવી દઈએ કે હાલમાં જ ઓમ્નિપ્રેઝન્ટ રોબોટ ટેક્નોલોજીએ ઉત્તર પ્રદેશમાં ડ્રોન્સ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી અને ઈન્ડિયન સ્કિલ કાઉન્સિલ સાથે જોડાણ કર્યું છે. તે પ્રમાણે કેન્દ્રમાં ડ્રોન પરીક્ષણ અને સમારકામ માટેના વિભાગો હશે. જેમાં ડ્રોન પાઇલટ અને ઓપરેશન્સ તાલીમ, ડ્રોન ડેટા પ્રોસેસિંગ અને વિશ્લેષણ અને એપ્લિકેશન વિકાસ, ડ્રોન ડિઝાઇન અને ઉત્પાદનનો સમાવેશ થાય છે. કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) જ્યોતિ વશિષ્ઠ સિન્હાએ જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય દર મહિને અમારી આંતરિક જરૂરિયાતો માટે 100 થી વધુ પ્રશિક્ષિત ડ્રોન પાઇલટ્સ સાથે સ્વદેશી બનાવટના 100 ડ્રોનનું ઉત્પાદન કરવાનું છે.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati