બૅન્ક સતત બંધ કરી રહી છે ATM, મોદી સરકારનો રોકડ પૈસા પર નવો પ્લાન!

હવે તમારે પૈસા નિકાળવા માટે ATM સુધી જવાની જરૂર નહી પડે. ડિજિટલ પેમેન્ટમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી RBI એક નવા પ્રોજેકટ પર કામ કરી રહી છે. ત્યારે દેશમાં મોદી સરકાર પણ ડિજિટલ પેમેન્ટને ઘર-ઘર સુધી પહોંચાડવા અભિયાન કરી રહી છે. ત્યારે આ નવી શરૂઆતથી લોકોને ATMમાં પૈસા લેવા માટે નહી જવુ પડે. ભારતીય રિઝર્વ બૅન્ક તરફથી […]

બૅન્ક સતત બંધ કરી રહી છે ATM, મોદી સરકારનો રોકડ પૈસા પર નવો પ્લાન!
Kunjan Shukal

|

Jun 06, 2019 | 2:27 AM

હવે તમારે પૈસા નિકાળવા માટે ATM સુધી જવાની જરૂર નહી પડે. ડિજિટલ પેમેન્ટમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી RBI એક નવા પ્રોજેકટ પર કામ કરી રહી છે. ત્યારે દેશમાં મોદી સરકાર પણ ડિજિટલ પેમેન્ટને ઘર-ઘર સુધી પહોંચાડવા અભિયાન કરી રહી છે. ત્યારે આ નવી શરૂઆતથી લોકોને ATMમાં પૈસા લેવા માટે નહી જવુ પડે.

ભારતીય રિઝર્વ બૅન્ક તરફથી બનાવવામાં આવેલી એક સમિતીએ તેમના રિપોર્ટમાં RBIને નાના શહેરોમાં દુકાનદારો દ્વારા રોકડા પૈસા આપવાની ભલામણ કરી છે. નંદન નીલેકણીની અધ્યક્ષતામાં મળેલી સમિતીએ રિપોર્ટમાં કહ્યું કે સેમી અર્બન શહેરોમાં નાના વેપારીઓ દ્વારા રોકડ આપવાની સુવિધા શરૂ કરવામાં આવી શકે છે. જો બધુ જ યોગ્ય રહેશે તો તમે તમારા ઘરની આસપાસના કરીયાણાંની દુકાન પરથી પણ રોકડ પૈસા કાઢી શકશો.

કેશ ઈન કેશ આઉટ (CICO) નેટવર્ક નામથી આ નવી વ્યવસ્થામાં લોકો કરીયાણાંની દુકાન પર જઈને પૈસા કાઢી શકશે. સમિતીનું કહેવું છે કે તેનાથી ATM પર બોઝ ઓછો પડશે અને ATM બંધ થવાની સ્થિતીમાં પણ લોકો સરળતાથી પૈસા નિકાળી શકશે. કેટલીક બૅન્કો ATM રાખવાનો ખર્ચ મોંઘો હોવાને લીધે બંધ કરી રહી છે. ત્યારે CICO યોજના મદદગાર સાબિત થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

CICO મોડલ કેશ આઉટની સુવિધા માટે 3 કરોડ PoS મશીનના રિટેલ પોઈન્ટની જરૂરિયાત હશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે લોકલ કરીયાણાંના વેપારીઓનો મુખ્ય રોલ હશે. ડિજિટલ પેમેન્ટ પર ફોકસ કરતા બૅન્કોએ ગયા વર્ષે 6.4 લાખ PoS મશીનનું વિતરણ કર્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં 10 સેકન્ડ સુધી અનુભવાયા ભૂકંપના આચંકાઓ

જેમાં મોટાભાગના નાના વેપારીઓ પણ આ મશીન રાખવા લાગ્યા છે. આ મશીન દ્વારા લોકો તેમનું કાર્ડ સ્વાઈપ કરીને દુકાનદાર પાસેથી કેશ લઈ શકશે. આ સુવિધાને સરળ અને પારદર્શી બનાવવા માટે તેને QR કોડ અને આધારકાર્ડથી લિંક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે RBIના રિપોર્ટ મુજબ છેલ્લા 1 વર્ષમાં લગભગ 1 હજાર ATM બંધ થઈ ચૂક્યા છે. ત્યારે PoS પર બૅન્કો પણ ફોકસ કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati