AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યું અયોધ્યા, પરોઢના 3 વાગ્યાથી રામમંદિરની બહાર ભક્તોની ભારે ભીડ, જુઓ વીડિયો

અયોધ્યામાં રામલલ્લાનો દરબાર આજથી ભાવિક ભક્તો માટે ખુલશે. આજે સવારના આઠ વાગ્યાથી ભાવિક ભક્તો ભગવાન રામના દર્શન કરી શકશે. પહેલાની જેમ રામ મંદિરમાં પાંચ વખત આરતી કરવામાં આવશે. સવારે ચાર વાગ્યે શ્રૃંગાર આરતી થશે. સાંજે સાત વાગ્યે સંધ્યા આરતી કરવાની પરંપરા છે. રામલલ્લાના દર્શન બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી બંધ રહેશે.

જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યું અયોધ્યા, પરોઢના 3 વાગ્યાથી રામમંદિરની બહાર ભક્તોની ભારે ભીડ, જુઓ વીડિયો
Ayodhya Ram temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2024 | 8:18 AM
Share

રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન છે. તેઓ આજે સવારે 8 વાગ્યાથી તેમના ભક્તોને દર્શન આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામલલ્લાના દર્શન અને પૂજા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિયમ મુજબ રામલલ્લાની આરતી પહેલાની જેમ પાંચ વખત કરવામાં આવશે. દિવસની પહેલી આરતીની શરૂઆત સવારે 4 કલાકે થશે જે શ્રૃંગાર આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતીથી થશે. એ જ રીતે રાત્રે 10 વાગ્યે શયન આરતી બાદ રામમંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવશે. જોકે રામલલાનો દરબાર સવારે 8 વાગ્યે ભક્તો માટે ખુલશે.

આ પછી ભક્તો રામ લલ્લાની મૂર્તિના દર્શન પૂર્ણ ભક્તિભાવથી કરી શકશે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આજે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન બંધ રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામલલ્લાની મધ્યાહન ભોગ આરતી બપોરે 1 વાગ્યે થશે. તેથી રામલલ્લાના મંદિરના દરવાજા બંધ રહેશે. દરમિયાન રામલલ્લાના દર્શન અને પૂજા માટે વહેલી સવારે 3 વાગ્યાથી મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો શરૂ થઈ ગયો છે.

મંદિરની બહાર એકઠા થયેલા ભાવિક ભક્તો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. તેઓને આશા છે કે ટૂંક સમયમાં જ તેઓ ભગવાન રામ લલ્લાની મૂર્તિને પોતાની આંખે નિહાળવાનો આનંદ મેળવશે. મંદિર પ્રબંધન અનુસાર રામલલ્લાની આરતી કે દર્શન પૂજા માટે કોઈ નવી પરંપરા શરૂ કરવામાં આવી રહી નથી. બલ્કે પહેલાની જેમ પાંચ વખત ભગવાનની આરતી અને ભોગ પ્રસાદનો ક્રમ ચાલુ રહેશે.

જો કે, ભક્તોની સુવિધા માટે, એક વિશેષ પૂજા પદ્ધતિ એટલે કે શ્રીરામોપાસન સંહિતા બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સોમવારે 22 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન બન્યા હતા. આ પ્રસંગે આરએસએસના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
g clip-path="url(#clip0_868_265)">