Ayodhya Ram Mandir : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Aditya Nath) એ બુધવારે અયોધ્યામાં રામ મંદિર(Ram Temple)ના ગર્ભગૃહની ઉત્તર-પશ્ચિમ દિશામાં પહેલો પથ્થર (Foundation Lay) મૂકીને શિલાપૂજન કર્યું હતું. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (Ayodhya Development Authority)ના રિપોર્ટ અનુસાર, ગર્ભગૃહ 20 ફૂટ પહોળું અને 20 ફૂટ લાંબુ હશે. તેમાં મકરાણા માર્બલ લગાવવામાં આવશે. સીએમ યોગીએ ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો, તેની સાથે કોતરેલા પથ્થરો મૂકીને તેની શરૂઆત કરવામાં આવી, આ માટે 28 મેથી મંદિર પરિસરમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો.
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath lays the foundation stone for Ram Mandir’s Garbhagriha in Ayodhya. pic.twitter.com/Hw55YwdEqX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 1, 2022
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા ધામમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને દેશ અને વિશ્વના તમામ સનાતન હિન્દુ ભક્તોની આસ્થાનું પ્રતિક બનશે, શ્રી રામ જન્મભૂમિ મંદિર દેશનું રાષ્ટ્રીય મંદિર બનશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પીએમ મોદીએ લગભગ 2 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. કાર્ય સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને અમે ભાગ્યશાળી છીએ કે આજે ગર્ભગૃહમાં પથ્થરો મૂકવાની વિધિ શરૂ થઈ છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરમાં ગર્ભગૃહનું ‘પૂજન’ કર્યું.
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath performs ‘poojan’ of Garbhagriha at Ayodhya’s Ram Mandir. pic.twitter.com/DFe98HUWeY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 1, 2022
વિશ્વ હિન્દુ પરિષદના રાજેન્દ્ર સિંહ પંકજ કહે છે કે આજે લગભગ 496 વર્ષ પછી આ દિવસ જોવા મળ્યો છે. જે પથ્થરો 1994 થી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા, તેમની સાધના આજે પૂર્ણ થઈ છે. આપણા બધા માટે ખુશીની વાત છે કે આ અભિયાન આપણા સમયમાં શરૂ થયું હતું અને તેની પરાકાષ્ઠા સુધી આગળ વધી રહ્યું છે.
મંદિરનું ભૂમિપૂજન ઓગસ્ટ 2020માં પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જે બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ 1 જૂનના રોજ કરવામાં આવશે. આ માટે સીએમ યોગી આજે અયોધ્યા પહોંચી રહ્યા છે.સીએમ યોગી એવા સમયે રામ મંદિર કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે જ્યારે વારાણસીમાં જ્ઞાનવાપી અને મથુરામાં મંદિર અને શાહી ઈદગાહનો મુદ્દો ખૂબ જ ગરમ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગર્ભગૃહ આના નિર્માણ બાદ પરિક્રમા માર્ગનું નિર્માણ કાર્ય પણ શરૂ થશે.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ કાશી અને મથુરા સહિત તમામ તીર્થસ્થળો ‘નવો મુદ્દો નવો આકાર’ લેતા જોવા મળી રહ્યા છે અને આ સ્થિતિમાં દરેકે આગળ વધવુ પડશે.