બુધવારે અયોધ્યામાં રામ મંદિરના (Ayodhya Ram Mandir) ગર્ભગૃહની પ્રથમ શિલારોપણ વિધી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(CM yogi Aditya nath) શિલાપૂજન કરીને પહેલો પત્થર મૂકશે. સીએમ યોગી ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કરશે. આ માટે અયોધ્યામાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગર્ભગૃહના શિલારોપણ વિધીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર, ગર્ભગૃહ 20 ફૂટ પહોળું અને 20 ફૂટ લાંબુ હશે. તેમાં મકરાણા માર્બલ લગાવવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગર્ભગૃહની ઉત્તર-પશ્ચિમ દિશામાં પ્રથમ પથ્થર મૂકીને શિલાપૂજન કરશે.
રામજન્મભૂમિ (Ram Janma Bhoomi ) ટ્રસ્ટ દ્વાર ગત અઠવાડિયે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ર્ગભ ગૃહના નિર્માણ માટે રાજસ્થાનના(Rajasthan) મકરાણાના પ્રસિદ્દ સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેકટમાં કુલ 8થી 9 લાખ ઘનફૂટ સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવશે.
આ સાથે રામલલાના બહુપ્રતિક્ષિત ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગર્ભગૃહનું કામ 1 જૂને સવારે 9 વાગ્યે કોતરેલા અને સુંદર નકશીકામ કરેલા પથ્થરોથી શરૂ કરવામાં આવશે. આ કાર્ય સારી રીતે પૂર્ણ થાય તે માટે 28 મેથી પરિસરમાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. આ પરિસરમાં છેલ્લા ત્રણ અનુષ્ઠાન ચાલી રહ્યા છે તેમાં વૈદિક પૂજારીઓ ભાગ લઈ રહ્યા છે. 1 જૂનની સવારે ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ થતાંની સાથે જ આ ધાર્મિક વિધિ પૂર્ણ થઈ જશે.
ગર્ભગૃહના નિર્માણ કાર્યનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ અયોધ્યામાં 12 સ્થળોએ મોટી એલઈડી સ્ક્રીન પર શિલાપૂજનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ મંદિર નિર્માણના પ્રભારીએ ગયા અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગર્ભગૃહમાં રાજસ્થાનના મકરાણાના પ્રસિદ્ધ સફેદ આરસપહાણ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં કુલ 8 થી 9 લાખ ઘનફૂટ સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવશે.તેમજ 6.37 લાખ ઘનફૂટ ગ્રેનાઈટ અને 4.70 લાખ ઘનફૂટ આવેલ ગુલાબી સેન્ડસ્ટોન લગાવવામાં આવશે. જે નકશીકામવાળા હશે. ગર્ભગૃહમાં 13.300 ઘનફૂટ સફેદ મકરાણા પથ્થર સ્થાપિત કરવામાં આવશે.
મંદિરનું ભૂમિપૂજન ઓગસ્ટ 2020માં પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જે બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 1 જૂને મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ થશે. આ માટે સીએમ યોગી આવતીકાલે અયોધ્યા પહોંચી રહ્યા છે.આના નિર્માણ બાદ પરિક્રમા પથનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવેશે. રામજન્મભૂમિ સંકુલની બહાર દ્રવિડિયન શૈલીમાં રામલલા દેવસ્થાનમનું નિર્માણ 31 મેથી શરૂ થઈ ગયું છે. હવે 1 જૂને મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ થશે.