AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atiq-Ashraf Murder Case: યોગી સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ, કહ્યું- અમારી વાત સાંભળ્યા વિના આદેશ ન આપો

UP સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે શુક્રવાર, 28 એપ્રિલના રોજ થનારી સુનાવણીમાં તેની બાજુ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર ન કરવો જોઈએ. એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અતીક-અશરફ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરીને તપાસની માગ કરી છે.

Atiq-Ashraf Murder Case: યોગી સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ, કહ્યું- અમારી વાત સાંભળ્યા વિના આદેશ ન આપો
Atiq Ashraf murder case
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 12:42 PM
Share

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફની હત્યા મામલે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. યુપી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે શુક્રવાર, 28 એપ્રિલના રોજ થનારી સુનાવણીમાં તેની બાજુ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર ન કરવો જોઈએ. વાસ્તવમાં, એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અતીક-અશરફ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરીને તપાસની માગ કરી છે. કોર્ટ આ અરજી પર 28 એપ્રિલે સુનાવણી કરશે.

સુનાવણીના બે દિવસ પહેલા યુપી સરકારે કેવિયેટ દાખલ કરી

સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે સુનાવણીના બે દિવસ પહેલા યુપી સરકારે કેવિયેટ દાખલ કરી છે. આ સુનાવણી જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચમાં થવાની છે. માફિયા ડોન અતીક અને તેના ભાઈ અશરફની પોલીસ સુરક્ષા વચ્ચે હત્યા કરવામાં આવી હતી.

મેડિકલ ચેકઅપ માટે જતી વખતે ગોળી મારી

બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો જ્યારે પોલીસ બંને ભાઈઓને નિયમિત મેડિકલ ચેકઅપ માટે પ્રયાગરાજની હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી, પરંતુ 3 હુમલાખોરોએ તેમને હોસ્પિટલના ગેટની સામે ગોળી મારી દીધી. ત્રણેય હુમલાખોરોએ સ્થળ પર જ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : માફિયા અતીક અહેમદની ઓફિસમાંથી કોના લોહીના ડાઘા મળ્યા ? આજે FSL ના રિપોર્ટમાં થશે ખુલાસો

અતીક અને અશરફની ગોળીબાર કરનારા ત્રણ બદમાશોની ઓળખ લવલેશ તિવારી, શની અને અરુણ મૌર્ય તરીકે થઈ છે. લવલેશ તિવારી હત્યા કેસનો મુખ્ય આરોપી છે, જે બાંદા જિલ્લાનો રહેવાસી છે. ત્રણેય આરોપીઓ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે અને હત્યા જેવા ગંભીર કેસ નોંધાયેલા છે.

અતીકનો પુત્ર હત્યાના બે દિવસ પહેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો

ઉમેશ પાલ હત્યા કેસ પછી ફરાર થયેલા અતીકના પુત્ર અસદને યુપી એસટીએફ દ્વારા 13 એપ્રિલના રોજ એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અસદની સાથે તેનો શૂટર ગુલામ પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અતીક અને અશરફને તેમના પુત્રના એન્કાઉન્ટરના બે દિવસ બાદ 15 એપ્રિલે ગોળી મારીને ઠાર કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">