Assam-Mizoram Border Dispute: PM મોદીને મળ્યા પુર્વોત્તરના BJP સાંસદો, કોંગ્રેસ પર લગાવ્યો રાજનીતિ કરવાનો આરોપ

આ બેઠકના એક દિવસ પહેલા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્ર સતત આ બે રાજ્યો વચ્ચે સમાધાન લાવવાના પ્રયત્નો કરી રહ્યુ છે.

Assam-Mizoram Border Dispute: PM મોદીને મળ્યા પુર્વોત્તરના BJP સાંસદો, કોંગ્રેસ પર લગાવ્યો રાજનીતિ કરવાનો આરોપ
PM Modi (File Image)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ભાજપ (BJP)ના સાંસદોને કહ્યું કે પૂર્વોત્તર પ્રત્યે તેમનો સ્નેહ સ્વાભાવિક છે, તેને રાજકારણના ચશ્મા દ્વારા ન જોવો જોઈએ. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ (Union Minister Kiren Rijiju) આ માહિતી આપી. ભાજપના સાંસદોએ આવેદનપત્ર આપ્યું હતું કે કોંગ્રેસ જેવા વિરોધ પક્ષો આસામ-મિઝોરમ સરહદ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે અને ઉશ્કેરણીજનક નિવેદનો પણ કરી રહ્યા છે.

 

 

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોના ભાજપના તમામ સાંસદોએ આસામ-મિઝોરમ બોર્ડર પર થયેલી હિંસા સહિત વિવિધ મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પૂર્વોત્તરના ભાજપના સાંસદોએ પ્રધાનમંત્રીને મળ્યા બાદ આસામ-મિઝોરમ સરહદ વિવાદ સહિતના પ્રદેશને લગતા વિવિધ મુદ્દાઓ પર આવેદનપત્ર રજૂ કર્યું.

 

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે બંને રાજ્યોમાં વિશ્વાસ નિર્માંણ માટે ઘણું કામ કરવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસ તેનાથી ખુશ દેખાતી નથી, કોંગ્રેસ દ્વારા ભાગલા પાડવાની નીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે.

 

કેન્દ્ર આ બે રાજ્યો વચ્ચે સમાધાનના સતત પ્રયત્નો કરી રહ્યું છે

સાંસદો સાથે વડાપ્રધાનની આ બેઠકને બે રાજ્યો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહી છે. બંને રાજ્યોમાં હજુ પણ તણાવ યથાવત છે. આ બેઠકના એક દિવસ પહેલા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્ર સતત આ બે રાજ્યો વચ્ચે સમાધાન લાવવાના પ્રયત્નો કરી રહી છે.

 

પીએમ સાથે પૂર્વોત્તરના ભાજપના સાંસદોની બેઠક અંગે દિલીપ સૈકિયાએ કહ્યું હતું કે તેઓ આસામ-મિઝોરમ સરહદ પર હિંસાને લઈને ભાવનાત્મક વાતાવરણ ઉભું કરવાના કોંગ્રેસના પ્રયત્નોની નિંદા કરે છે. પૂર્વોત્તરમાં તેમના 50 વર્ષના શાસનમાં તેઓ આ મુદ્દાનો ઉકેલ શોધી શક્યા નથી, પરંતુ હવે તેઓ અમને દોષી ઠેરવી રહ્યા છે.

 

શું છે આસામ-મિઝોરમ વિવાદ

બે રાજ્યો વચ્ચેના વિવાદ વચ્ચે મિઝોરમ પોલીસે તાજેતરમાં આસામના અધિકારીઓની ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. આ સાથે જ મૃત્યુ પામેલા પોલીસકર્મીઓની કુલ સંખ્યા છ થઈ ગઈ. આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા હતા, તે સ્થાન પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કુલ છ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : જાણો, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે જોડાયેલી 9 ખાસ વાતો

Click on your DTH Provider to Add TV9 Gujarati