Telangana: CM સરમાનો ઓવૈસીને પડકાર, ‘લવ જેહાદ થયો બંધ, આ વર્ષે 300 મદરેસા થશે બંધ’
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેલંગાણામાં કોંગ્રેસની જીત પર કટાક્ષ કરતા કહ્યું કે, બીજેપીએ ઘણા રાજ્યો જીત્યા પરંતુ ક્યારેય હોબાળો કર્યો નથી. કોંગ્રેસીઓ રાજ્ય જીત્યા બાદ જાણે વિશ્વયુદ્ધ જીતી ગયા હોય તેમ આનંદ કરી રહ્યા છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આજે એટલે કે રવિવારે તેલંગાણાના કરીમનગરમાં હિન્દુ એકતા યાત્રામાં પહોંચ્યા હતા. અહીં તેણે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર જોરદાર નિશાન સાધ્યું હતું, એટલું જ નહીં સરમાએ લવ જેહાદ પર પણ હુમલો કર્યો હતો.
તેમણે કહ્યું કે અમારી સરકાર આસામમાં લવ જેહાદને રોકવા માટે કામ કરી રહી છે. એટલા માટે અમે રાજ્યમાં મદરેસાઓને બંધ કરવાની દિશામાં પણ કામ કરી રહ્યા છીએ. તેમના કહેવા પ્રમાણે સીએમ બન્યા બાદ તેમણે આસામમાં 600 મદરેસાઓ બંધ કરી દીધા છે.
ઓવૈસીને કહેવા માંગુ છું કે મેં આ વર્ષે 300 મદરેસા બંધ કરી દીધા
ઓવૈસી પર પ્રહાર કરતા તેણે કહ્યું કે તે મને જોઈ લેવાની ધમકી આપે છે. મેં તેમને કહ્યું કે તમે મને તમારા ઘરે બોલાવો અને ધ્યાનથી જુઓ, હું તમારી ખાલી ધમકીઓથી ડરતો નથી. હું ઓવૈસીને કહેવા માંગુ છું કે મેં આ વર્ષે 300 મદરેસા બંધ કરી દીધા છે, હવે વધુ કરીશ.
#WATCH | Telangana: “We’re working to stop love jihad in Assam, and we’re also working towards closing down Madrassas in Assam. After I became CM, I closed 600 Madrassas in Assam…I want to tell Owaisi that I will close 300 more Madrassas this year…”:Assam CM Himanta Biswa… pic.twitter.com/mPm8c4BKpc
— ANI (@ANI) May 14, 2023
સચિન પણ ક્યારેક શૂન્ય પર આઉટ થઈ જાય છે
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર બોલતા સરમાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કેટલાય રાજ્યોમાં ચૂંટણી જીત્યા બાદ પણ ખોટો શોર શરાબો કર્યો નથી. બીજી તરફ કોંગ્રેસ માત્ર એક જ રાજ્યમાં જીત મેળવીને આટલો હોબાળો મચાવી રહી છે. મીડિયાને સંબોધતા સરમાએ કહ્યું કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હંમેશા બેવડી સદી ફટકારે છે, પરંતુ ક્યારેક શૂન્ય પર પણ આઉટ થઈ જાય છે. કૉંગ્રેસ કર્ણાટકની જીત એવું બતાવી રહી છે જાણે વિશ્વ યુદ્ધ જીત્યું હોય.
આ વખતે તેલંગાણામાં ભાજપ સરકાર બનાવશે
અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે તેલંગાણામાં ભાજપની સરકાર બનશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરમા હિંદુ એકતા યાત્રામાં મુખ્ય અતિથિ તરીકે તેલંગાણા પહોંચ્યા છે. ધ કેરલા સ્ટોરીના ડાયરેક્ટર ઉપરાંત લગભગ એક લાખ લોકો આ યાત્રામાં ભાગ લે તેવી અપેક્ષા હતી.