AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આસીમ મુનીરના ડાબા-જમણા હાથ સમાન 2 અધિકારીઓએ ઘડ્યું હતુ પહેલગામ આતંકી ષડયંત્ર, પાકિસ્તાની પત્રકારે ખુલ્લું પાડ્યું રહસ્ય

પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, એપ્રિલ 2025માં જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં બે ISI અધિકારીઓની સીધી સંડોવણી હોવાનો દાવો કર્યો છે. તેમણે લશ્કર-એ-તૈયબા સાથે ISIના સહયોગ વિશે માહિતી આપી હતી અને મોહમ્મદ હારૂન મુર્તઝા અને અહેમદ આરિફિન નામના બે અધિકારીઓ ઉપર આતંકવાદીઓને પૈસા અને ધાતક હથિયારો પૂરા પાડવાનો આરોપ લગાવ્યો હતો.

આસીમ મુનીરના ડાબા-જમણા હાથ સમાન 2 અધિકારીઓએ ઘડ્યું હતુ પહેલગામ આતંકી ષડયંત્ર, પાકિસ્તાની પત્રકારે ખુલ્લું પાડ્યું રહસ્ય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2025 | 9:48 PM
Share

પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ ઉપર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે. આદિલના મતે, પાકિસ્તાનના બની બેઠેલા ફિલ્ડ માર્શલ આસીમ મુનીર સાથે બે ISI અધિકારીઓની પહેલગામ આતંકવાદી હુમલામાં સીધી ભૂમિકા હતી. ISI પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી છે, જે વારંવાર ભારતમાં આતંકવાદની ઘટનાઓને અંજામ આપે છે. ખુદ પાકિસ્તાન સરકારે પણ, આદિલ રાજાના આવા હળહળતા આરોપનો હજુ સુધી કોઈ જ જવાબ આપ્યો નથી.

પહેલાં જાણો કે કોણ છે આદિલ રાજા ?

આદિલ રાજા પાકિસ્તાનનો ઈન્વેસ્ટીગેશન ક્ષેત્રનો જાણીતો રિપોર્ટર છે. તેને જેલમાં બંધ ઇમરાન ખાનની નજીકનો સંબંધ ધરાવતો હોવાનું માનવામાં આવે છે. આદિલ રાજા સોલ્જર્સ સ્પીક દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરે છે અને હાલમાં તે લંડનમાં રહે છે.

આદિલ રાજા સમયાંતરે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર વિશે મોટા ચોકાવનારા ખુલાસા કરતો રહે છે. પહેલગામ હુમલા સમયે, રાજાએ વિગતવાર જણાવ્યું હતું કે કેવી રીતે મુનીરે લશ્કર-એ-તૈયબાને કેવી કેવી મદદ કરી હતી.

આદિલના નિવેદનના એક દિવસ પછી, ધ રેસિડેન્ટ ફ્રન્ટ નામની એક સંસ્થાએ, પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. રેસિડેન્ટ ફ્રન્ટની લિંક પાછળથી પાકિસ્તાનની હોવાનું જાણવા મળ્યું. તેના જવાબમાં, ભારતે 7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું.

આ 2 અધિકારીઓ પર આરોપ

આદિલ રાજાના જણાવ્યા મુજબ, પહેલગામમાં હુમલો કરવાની જવાબદારી લશ્કર-એ-તૈયબાને સોંપવામાં આવી હતી. મોહમ્મદ હારૂન મુર્તઝા અને અહેમદ આરિફિન લશ્કરને બધી સુવિધાઓ પૂરી પાડવા માટે અધિકૃત હતા.

આરિફીન હાલમાં પાકિસ્તાની સેનામાં ડ્રોન આધારિત કામકાજ જુએ છે. મુર્તઝા એક ઉચ્ચ પદ ધરાવે છે અને અગાઉ તે ભારતમાં પણ પાકિસ્તાનના રાજદૂતાવાસમાં સેવા આપી ચૂક્યો છે. બંને અધિકારીઓ પર આતંકવાદીઓને પૈસા અને ધાતક શસ્ત્રો પૂરા પાડવાનો આરોપ છે.

મુખ્ય આરોપી પાકિસ્તાની સેના સાથે સંકળાયેલો હતો

એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી હાશિમ મુસા પાકિસ્તાની સેના સાથે સંકળાયેલો હતો. મુસાએ બે અન્ય આતંકવાદીઓ સાથે મળીને પહેલગામની બૈસરન ખીણમાં 26 નિર્દોષ હિન્દુઓની હત્યા કરી હતી.

મુસાએ પીઓકેમાં હુમલાની યોજના બનાવી હતી. આ હુમલા પછી, ભારતના પંજાબ અને ઉત્તર પ્રદેશમાંથી ઘણા ISI એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. ભારતની તપાસ એજન્સી આ રહસ્ય ઉકેલવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. પાકિસ્તાનના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">